MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વીસીપરા મેઇન રોડ પર લક્ઝરી કારમાં દેશી દારૂની હેરાફેરી, એક કિશોર ઝડપાયો

 

MORBI:મોરબી વીસીપરા મેઇન રોડ પર લક્ઝરી કારમાં દેશી દારૂની હેરાફેરી, એક કિશોર ઝડપાયો

 

​મોરબી: શહેરના બી ડિવિઝન પોલીસ મથકની ટીમે બાતમીના આધારે વીસીપરા વિસ્તારમાં દરોડો પાડીને એક લક્ઝરી કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક બાળ કિશોરની અટકાયત કરી છે, જ્યારે દારૂના આ કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.


​પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વીસીપરા મેઇન રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી વર્ના કાર (નંબર GJ-03-ME-9959) ને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી પ્લાસ્ટિકની ૧૫ કોથળીઓમાં ભરેલો ૭૫ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૧૫,૦૦૦) મળી આવ્યો હતો. પોલીસે ૫ લાખની કાર અને દારૂ મળી કુલ રૂ. ૫.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.​મહિલાના કહેવાથી દારૂની સપ્લાય થતી હતી ​પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે:​આ દારૂનો જથ્થો મુસ્કાન અબ્બસભાઇ કટીયા નામની મહિલાના કહેવાથી મંગાવવામાં આવ્યો હતો.
​આ જથ્થો નવા જાંબુડીયા ગામના નરેશ ઇશ્વરભાઇ ખરા નામના શખ્સને પહોંચાડવાનો હતો.​દારૂ ભરી આપનાર અન્ય એક અજાણ્યો શખ્સ પણ આ નેટવર્કમાં સામેલ છે.
​ત્રણ શખ્સો સામે ગુનો દાખલ ​મોરબી બી ડિવિઝન પોલીસે હાલમાં પકડાયેલા કિશોર વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે ફરાર આરોપીઓ નરેશ ખરા, મુસ્કાન કટીયા અને દારૂ સપ્લાય કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!