BANASKANTHAGUJARATKANKREJ

થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૫ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી…

થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૫ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...

થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૫ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી…

ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા.તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડૉ. આંબડેકર ના જીવનનો મૂળ મંત્ર હતો.૧૪ એપ્રિલ ૧૮૯૧માં સુબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો.જેની યાદમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ તા.૧૪-૦૪-૨૦૨૬ ને મંગળવાર ના રોજ ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી રામદેવપીર મંદિરે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શ્રી બાબા રામદેવપીર મંદિરે થી સંતશ્રી ખેમદાસ વીરદાસ સાધુની પાવન નિશ્રામાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ વિજયભાઈ ચક્રવતી, ઓલ ઈન્ડિયl દલિત એકેશન કમિટી રાષ્ટ્રીય મહામંત્રી પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ થરા, કાંકરેજ તાલુકા અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી રામજીભાઈ પરમાર,દલાભાઈ અધગામ,મુકેશભાઈ બુકેલીયા વકીલ,રઘુભાઈ મકવાણા, પ્રહલાદભાઈ પરમાર,કલાભાઈ વડા,ખેમાભાઈ પરમાર, ગીરશભાઈ મકવાણા એડવોકેટ, કિશનભાઈ શ્રીમાળી, પ્રવીણભાઈ મકવાણા શિહોરી સહીત દલિત સમાજ ની ઉપસ્થિતિમા “જય સંવિધાન”, “બાબા સાહેબ અમર રહો”, “ભારત માતા કી જય”,ના નારા સાથે શોભાયાત્રા નિકળી ગામની પ્રદક્ષિણા કરી પરત શ્રીરામદેવ પીર મંદિરે આવી સભાના રૂપમાં ફેરવાઈ હતી.દીપ પ્રાગટય કરી ડૉ.બાબા સાહેબની પ્રતિમાને સુતરની આંટી ચડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાબ્દિક શબ્દો દ્વારા પ્રવીણભાઈ પરમારે મહેમાનોને આવકાર્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં દલિત પરિવાર હાજર રહેલ. રાયમલભાઈ દેસાઈ સહીત થરા પોલીસ સતત ખડે પગે રહી સેવા પુરી પાડેલ.કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ પરમાર થરાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!