BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી..

બંધારણના ઘડવૈયા વિશ્વવિભૂતિ ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે શિહોરીમાં રેલી બાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સભા યોજાઈ હતી.ઓલ ઈન્ડિયl દલિત એકેશન કમિટી રાષ્ટ્રીય મહામંત્રી પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ થરા,મૂળચંદભાઈ મકવાણા, ખોડા સરપંચ વાઘાભાઈ પરમાર,હેમાભાઈ વાઘેલા તાણા,વાલાભાઈ પરમાર, રેવાભાઈ મકવાણા,બુકોલી સરપંચ મુકેશભાઈ પરમાર સહિત દલિત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.BA માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા સંસ્કૃત વિષયમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર પરમાર આરતીબેન દલાભાઈ (અધગામ),ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પ્રથમ આવનાર મકવાણા કુંજનબેન રમેશભાઈ નું રોહિત સમાજ દ્વારા બુક આપી ફુલહાર પહેરાવી રોકડ પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નોટરી મહેશભાઈ મકવાણા,એડવોકેટ મુકેશભાઈ ડાભાણી,કમાભાઈ ડાભાણી, અજાભાઈ, પેથાભાઈ, બાબુભાઈ વગેરે હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શિક્ષણ એસોસિએશન બ.કાં.જિલ્લાના પ્રમુખ વાલાભાઈ પરમારે કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!