MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે મહારેલી યોજાઇ 

 

રીપોર્ટર :- શ્રીકાંત પટેલ વાત્સલ્ય સમાચાર -મોરબી

 

ભારત દેશના બંધારણનાં નિર્માતા અને મહા માનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નાં ૧૩૫ માં જન્મદિવસ નિમિત્તે મોરબીમાં આજે તારીખ ૧૪ એપ્રિલ ને મંગળવારના રોજ સવારે દશ વાગ્યે વીસીપરામાંથી મહારેલી પ્રસ્થાન થયું હતું. જેનું આયોજન મહોત્સવ સમિતિ મોરબી દ્વારા કરવામાં આવ્યું છે.

આ બાબતે વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતી નિમિત્તે વીસીપરામાં થી મહારેલી નું પ્રસ્થાન થયું હતું અને જે રેલી મોરબીનાં રોહીદાસપરા મેઇન રોડ થી શરૂ થઈને વીસી હાઇસ્કુલ રોડ, ત્રિકોણબાગ, નગર દરવાજા ચોક થઈને મહાનગરપાલિકા ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સુધી પહોંચી હતી. જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને ભાવ વંદના કરવામાં આવી હતી. આ રેલીમાં માં મચ્છુ મિત્ર મંડળ દ્વારા મહાનગરપાલિકા ખાતે લચ્છી નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકર નેં પુષ્પ અર્પણ કરી ને ભાવાંજલિ અર્પણ કરી હતી.

Oplus_131072

Back to top button
error: Content is protected !!