MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર વઘાસિયા ટોલ પ્લાઝા પર ટેક્સ બાબતે બબાલ, બોલેરો ચાલકે કર્મચારીને ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી

 

WAKANER:વાંકાનેર વઘાસિયા ટોલ પ્લાઝા પર ટેક્સ બાબતે બબાલ, બોલેરો ચાલકે કર્મચારીને ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી

કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરવું જે વિસ્તારોમાં અનિવાર્ય છે, ત્યાં હવે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ જેવી નજીવી બાબતે એક બોલેરો ચાલકે ભારે આતંક મચાવ્યો હતો. ટેક્સ માંગતા ઉશ્કેરાયેલા શખ્સે ટોલ કર્મચારી સાથે ગાળાગાળી કરી, મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.

 



​મળતી માહિતી મુજબ, વાંકાનેરમાં મિશરી હોટલ પાછળ રહેતા અને વઘાસિયા ટોલ પ્લાઝા પર મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સંજયસિંહ ઝાલા (રહે. વઘાસિયા ગામ) પોતાની એલ.એમ.વી. કોમર્શિયલ બોલેરો (રજિસ્ટર નંબર: GJ-10-TY-0847) લઈને ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યો હતો.
​​જ્યારે ટોલનાકાના કર્મચારીએ નિયમ મુજબ ટેક્સની માંગણી કરી, ત્યારે આરોપી સંજયસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ટોલ ભરવાનો ઇનકાર કરી, પોતાના વાહન દ્વારા ટોલબૂથના બુમ બેરિકેટને નુકસાન પહોંચાડ્યું હતું. આટલેથી ન અટકતા, તેણે ત્યાં હાજર કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી બિભત્સ ગાળો ભાંડી હતી અને કર્મચારીને હાથ વડે ફડાકા ઝીંકી દીધા હતા. જતા-જતા આરોપીએ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
​​આ સમગ્ર મામલે મેનેજર મુકેશકુમારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સંજયસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સરકારી કામમાં અડચણ, તોડફોડ અને ધાક-ધમકી સહિતની કલમો હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.​ટોલ પ્લાઝા પર વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક કર્મચારીઓમાં પણ રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!