MORBI:મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો




MORBI:મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે અમરનગર ગામે દરોડો પાડી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. પોલીસે આ મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતો, ત્યારે તેમને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે:
સ્થળ: અમરનગર ગામે આવેલ ગણપતસિંહ બટુકસિંહ ઝાલાનો વંડો.આરોપી ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. અમરનગર). વંડામાં આવેલી એક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
પોલીસે બાતમીવાળા સ્થળે પોલીસે તાત્કાલિક રેઈડ કરતા ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.
ઝડપાયેલ મુદ્દામાલ વિદેશી દારૂની બોટલ નંગ-૭૨
કુલ કિંમત ₹ ૨૧,૧૯૨/પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.




