MORBI:મોરબી દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ‘પાસા’ હેઠળ જેલભેગો કરાયો




MORBI:મોરબી દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ‘પાસા’ હેઠળ જેલભેગો કરાયો

મોરબી: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તેમજ વિસ્તારમાં દારૂબંધીની અમલવારી કડક બને તેવા શુભ હેતુથી મોરબી તાલુકા પોલીસે રીઢા ગુનેગારો સામે લાલ આંખ કરી છે. દારૂના ગુનાઓમાં વારંવાર સંડોવાયેલ ત્રાજપરના એક શખ્સ સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી હોય, અસામાજિક તત્વો કોઈ ગેરરીતિ ન આચરે તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા દારૂના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી હતી.
કોની સામે થઈ કાર્યવાહી?પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રવીભાઈ રમેશભાઇ વરાણીયા (રહે. ત્રાજપર, તા.જિ. મોરબી) નામનો શખ્સ પ્રોહિબિશનના ગુનાઓમાં સતત સંડોવાયેલ છે. જે બાદ: મોરબી તાલુકા પોલીસ દ્વારા આ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર કરી રવી વરાણીયા વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આ ઇસમને તા. ૧૪/૦૪/૨૦૨૬ના રોજ રાત્રે ૨૩:૦૦ કલાકે દબોચી લેવામાં આવ્યો હતો.
કાર્યવાહીની વિગત: અટકાયત બાદ આરોપીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક અસરથી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.




