MORBIMORBI CITY / TALUKO

VALSAD:વલસાડ જિલ્લાના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા દોઢવર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

VALSAD:વલસાડ જિલ્લાના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા દોઢવર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના *પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એચ.બાર નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા* તથા સ્‍ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.


દરમ્યાન મળેલ માહિતી આધારે સ્ટાફના સંદિપસિહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેષભાઇ પટેલ તથા ડ્રા.ધર્મેન્દ્રસિહ જાડેજા નાઓ દ્વારા વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુરનં. ૦૧૭૪/૨૫ કલમ- ૬૫એઇ વિ. મુજબના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઇમરાન મજીદભાઇ દરજાદા રહે. ખોજાવાડ જી.જામનગર વાળાને ધુવાવ ગામના પુલ પાસેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જિલ્લાના પંચ એ-ડિવી. પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી સારુ વલસાડ રૂરલ પો.સ્ટે.ને જાણ કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, સંદિપસિંહ રાઠોડ તથા પો.કોન્સ. કમલેશભાઇ રબારી, મીતેષભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!