MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના આમરણ જિલ્લા પંચાયત સીટ પર AAPના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું, કોંગ્રેસને જાહેર કર્યો ટેકો!

 

MORBI મોરબીના આમરણ જિલ્લા પંચાયત સીટ પર AAPના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું, કોંગ્રેસને જાહેર કર્યો ટેકો!

 

 

મોરબી: આમરણ જિલ્લા પંચાયત સીટના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર હસીનાબેન કાસમભાઈ સુમરાએ અચાનક જ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે.


​ફોર્મ પાછું ખેંચવાની સાથે જ હસીનાબેન સુમરાએ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. આ ઘટનાક્રમને પગલે પંથકના રાજકીય સમીકરણોમાં ભારે હલચલ મચી ગઈ છે.​રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ બેઠક પર કોંગ્રેસ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં હતી, અને હવે ‘આપ’ના ઉમેદવારના સમર્થન બાદ કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બન્યો છે. આ સીટ પર હવે આગામી ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.

Back to top button
error: Content is protected !!