MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપાની ચૂંટણીનો જંગ જામ્યો: 52 બેઠકો માટે 178 ઉમેદવારો મેદાનમાં

 

MORBI:મોરબી મનપાની ચૂંટણીનો જંગ જામ્યો: 52 બેઠકો માટે 178 ઉમેદવારો મેદાનમાં

 

​મોરબી: મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ બાદ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મોરબી મનપાની કુલ 52 બેઠકો ઉપર હવે 178 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવતા રસાકસીભર્યો જંગ જોવા મળશે.

​આ વખતે ચૂંટણીમાં ખાસ વાત એ છે કે અનેક વોર્ડમાં રાજકીય પક્ષોના સત્તાવાર ઉમેદવારો સામે પક્ષના જ નારાજ આગેવાનો કે સ્થાનિક નેતાઓએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યા છે. જેને કારણે ક્યાંક ‘ઘરના જ ઘાતકી’ સાબિત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.​વોર્ડ નં. 06: માજી પ્રમુખના પત્ની મેદાનમાં
​વોર્ડ નંબર 06 માં ભારે ઉલટફેર જોવા મળ્યો છે. નગરપાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજાએ પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે, પરંતુ આ બેઠક પર તેમના પત્ની સિતાબા જાડેજા હજુ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં અડગ છે. આ બેઠક પર હવે કાંટાની ટક્કર થવાની પૂરેપૂરી શક્યતા છે.

​વોર્ડ નંબર 01 માં પણ ચૂંટણી જંગ દિલચસ્પ બન્યો છે. અહીં પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિત અપક્ષોની આખી ટીમે મેદાનમાં ઝંપલાવ્યું છે. પ્રસ્થાપિત પક્ષો માટે આ અપક્ષો મતોનું ધ્રુવીકરણ કરી શકે છે, જેની સીધી અસર પરિણામો પર પડી શકે તેમ છે.​કુલ બેઠકો: 52
​કુલ ઉમેદવારો: 178 પૂર્વ હોદ્દેદારો અને તેમના પરિવારજનોની અપક્ષ તરીકે દાવેદારી. રાજકીય પક્ષોમાં ભડકો અને અપક્ષોના જોરથી સમીકરણો બદલાયા.​હવે જોવાનું એ રહેશે કે મોરબીની જનતા વિકાસના નામે મહોર મારે છે કે પછી સ્થાનિક અપક્ષ ચહેરાઓ પર પસંદગી ઉતારે છે!

Back to top button
error: Content is protected !!