MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના જાંબુડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા

 

MORBI: મોરબીના જાંબુડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા

 

​મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું છે. મોરબી તાલુકા પંચાયતની ૭-જાંબુડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશન ગમારાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.


​કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા, ભાજપના ઉમેદવાર સંદીપભા ભૂપતભા ગઢડાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે આ બેઠક કબજે કરીને વિજયી પ્રારંભ કર્યો છે

Back to top button
error: Content is protected !!