ARAVALLIMODASA

અરવલ્લીમાં રાજકીય ગરમાવો : મોડાસામાં કોંગ્રેસને ઝાટકો, ૨૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં રાજકીય ગરમાવો : મોડાસામાં કોંગ્રેસને ઝાટકો, ૨૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની રહી છે. મોડાસા તાલુકાના મોટી ચીચણો ગામે કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે, જ્યાં અંદાજે ૨૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આગેવાનોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો.આ પ્રસંગે કોંગ્રેસના ઇડર વિધાનસભાના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડેલેગેટ હિંમતસિંહ કાંતિસિંહ પરમારે પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને રાજકીય ચકચાર મચાવી છે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરોના પક્ષપલટાને કારણે સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફારોની ચર્ચા શરૂ થઈ છે.માત્ર કાર્યકરો જ નહીં, પરંતુ ગઢા અને ઢાંકરોલ ગામના સરપંચોએ પણ ભાજપનો હાથ પકડ્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ આ સરપંચો કોંગ્રેસમાં જોડાયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા, જેના કારણે આ બદલાવ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.ભાજપ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મંત્રીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમને પક્ષ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, લિંભોઈ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની સ્થિતિ નબળી પડી રહી હોવાના સંકેતો મળતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.આ સમગ્ર ઘટનાએ અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો વધારી દીધો છે અને આવનારા સમયમાં તેની અસર ચૂંટણી પરિણામો પર પણ જોવા મળી શકે છે.

Back to top button
error: Content is protected !!