BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાનું થરા નગર “જય ભીમ’ના નારા સાથે થરા નગર ગુંજી ઉઠ્યું…

થરામાં શ્રી રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૫ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ..

ઓગડ તાલુકાનું થરા નગર “જય ભીમ’ના નારા સાથે થરા નગર ગુંજી ઉઠ્યું…
—————————————
થરામાં શ્રી રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૫ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ..
—————————————
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રીરામદેવપીર મંદિરે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શ્રી બાબા રામદેવપીર મંદિરે થી સંતશ્રી ખેમદાસ વીરદાસ સાધુની પાવન નિશ્રામાં બ.કાં.જિલ્લા પંચાયત ના પૂર્વપ્રમુખ વિજયભાઈ ચક્રવતી,ઓલ ઈન્ડિયl દલિત એકેશન કમિટી રાષ્ટ્રીય મહામંત્રી પરમાર પ્રવીણભાઈ થરા, કાંકરેજ તાલુકા અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી રામજીભાઈ પરમાર,મુકેશભાઈ બુકેલીયા વકીલ,રઘુભાઈ મકવાણા,પ્રહલાદભાઈ પરમાર, ગીરશભાઈ મકવાણા એડવોકેટ, કિશનભાઈ શ્રીમાળી, પ્રવીણભાઈ મકવાણા શિહોરી સહીત દલિત સમાજની ઉપસ્થિતિમા “જય સંવિધાન”, “બાબા સાહેબ અમર રહો”, “ભારત માતા કી જય”,ના નારા સાથે શોભાયાત્રા નિકળી ગામની પ્રદક્ષિણા ફરી સભાના રૂપમાં ફેરવાઈ હતી.દીપ પ્રાગટય કરી ડૉ.બાબા સાહેબની પ્રતિમાને સુતરની આંટી ચડાવી પુષ્પાંજલી અર્પણ કરી શાબ્દિક શબ્દો દ્વારા પ્રવીણભાઈ પરમારે મહેમાનોને આવકાર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં દલિત પરિવાર હાજર રહેલ.રાયમલભાઈ દેસાઈ સહીત થરા પોલીસ સતત ખડે પગે રહી સેવા પુરી પાડેલ.કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ પરમાર થરાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!