MORBI:મોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો




MORBI:મોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી: શહેરના પંચાસર રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમને ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે પંચાસર રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે પંચાસર ચોકડી પાસે એક વ્યક્તિ કાળા રંગની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઊભેલો જોવા મળ્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની અટકાયત કરીને તપાસ હાથ ધરી હતી.પોલીસે જ્યારે તે વ્યક્તિની તલાશી લીધી ત્યારે તેની પાસે રહેલી કાળા રંગની થેલીમાંથી વિદેશી દારૂની કુલ ૫ બોટલો મળી આવી હતી. આ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા ૬,૫૦૦ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ મામલે આરોપી રમીઝભાઈ નુરખાન સીપાઈ (ઉંમર વર્ષ ૩૭), જે કાલિકા પ્લોટ, શેરી નંબર-૧, મોરબીનો રહેવાસી છે, તેની ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




