MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહેન્દ્રનગરની બુધવારી બજારમાંથી ૧૭ વર્ષીય સગીરા લાપતા; અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ

 

MORBI:મોરબી મહેન્દ્રનગરની બુધવારી બજારમાંથી ૧૭ વર્ષીય સગીરા લાપતા; અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ

મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં આવેલી બુધવારી બજારમાં ખરીદી કરવા ગયેલી એક ૧૭ વર્ષીય સગીરા રહસ્યમય રીતે ગુમ થતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સગીરાના પિતાએ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે, જેને પગલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 



​મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં રહેતા એક શ્રમિક પરિવારની સગીર વયની દીકરી મહેન્દ્રનગર ચોકડી પાસે ભરાતી સાપ્તાહિક બુધવારી બજારમાં ગઈ હતી. જોકે, લાંબા સમય સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ આદરી હતી. તમામ સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.આખરે સગીરાના પિતાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દીકરી કોઈ અજાણ્યા શખ્સની લાલચ કે ફોસલાવવાની જાળમાં આવી ગઈ હોઈ શકે છે અથવા કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હોવાની પ્રબળ શક્યતા છે. મોરબી પોલીસે પિતાની ફરિયાદના આધારે આઈ.પી.સી. ની સંબંધિત કલમો હેઠળ અપહરણનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે બજાર વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને સગીરાને વહેલી તકે શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે.

Back to top button
error: Content is protected !!