BANASKANTHAGUJARATKANKREJ

ચેખલા ખાતે શિહોરી જીલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પુર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર.

કાંકરેજ તાલુકાના ચેખલામાં હોટલ રાજધાની ખાતે ૪૦ શિહોરી જીલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ધઘાટન બનાસબેંક ના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,

ચેખલા ખાતે શિહોરી જીલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પુર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર.

કાંકરેજ તાલુકાના ચેખલામાં હોટલ રાજધાની ખાતે ૪૦ શિહોરી જીલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ધઘાટન બનાસબેંક ના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,દિનેશભાઈ દવે,બ. કાં.જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર,હંસપુરી ગૌસ્વામી,GKTS પ્રમુખ ડી.ડી. જાલેરા,થરા માર્કેટ યાર્ડનાચેરમેન ઈશ્વરભાઈ પટેલ,સી.વી.ઠાકોર, વર્તમાન કંબોઈ જિલ્લા પંચાયત સીટ ભાજપાના બિનહરીફ ઉમેદવાર ગોપાળસિંહ સોલંકી, દેવજીભાઈ ચૌધરી,રજીસ્ટાર યુનિયન ગુજરાતના પુર્વ પ્રમુખ લલિતસિંહ વાઘેલા, પુષ્પાબેન દરજી સહીત તાલુકા પંચાયતના દસ સીટોના ઉમેદવારોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. કાંકરેજ તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટો ઉપર ભાજપા ના ઉમેદવારોને વિજયીબનાવવા માટે અપીલ કરવામાં આવી હતી.કંબોઈ જિલ્લા પંચાયત સીટ બિન હરીફ અને બુકોલી, ખોડા,ઉંબરી,કંબોઈ એક સીટ બિન હરીફ જાહેર થઈ છે. શિહોરી જીલ્લા પંચાયતના ઉમેદવાર પ્રધાનજી રંગુજી રાઠોડ,ખીમાણા જિલ્લાપંચાયત સીટના ઉમેદવાર રમેશભાઈ કલાભાઈ પટેલ ને વિજયી બનાવવા માટે કવાયત હાથ ધરાઈ છે.મતદારોને રીઝવવા ડોર ટુ ડોર ભાજપની યોજનાઓ અંગે જાણકારી આપી ભાજપા તરફ વાળવા માટે ગોપાળસિંહ સોલંકીએ આહવાન કર્યું હતું. ક્રોસ વોટિંગ ના થાય તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરે બિન હરીફ ઉમેદવારોને શુભેરછાઓ પાઠવી પરિચય મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ વિકાસની માહિતી આપી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!