ARAVALLIMALPURMODASA

માલપુરમાં પાનના ગલ્લે લુખ્ખા તત્વોની દાદાગીરી, CCTVમાં મારામારીના દ્રશ્યો કેદ – કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો, જિલ્લામાં વધતી જતી મારામારીની ઘાટનાઓ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુરમાં પાનના ગલ્લે લુખ્ખા તત્વોની દાદાગીરી, CCTVમાં મારામારીના દ્રશ્યો કેદ – કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો, જિલ્લામાં વધતી જતી મારામારીની ઘાટનાઓ

અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માલપુરમાં એક પાનના ગલ્લે સામાન્ય બાબતને લઈ થયેલી બોલાચાલી અચાનક ઉગ્ર બની ગઈ હતી. લુખ્ખા તત્વોએ ગલ્લા પર બિભસ્ત ગાળો બોલી દુકાનદાર અને અન્ય લોકો સાથે મારામારી કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
ઘટનાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ખાસ કરીને ચૂંટણીના સમયગાળામાં આવી ઘટના સામે આવતા લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે.આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાના ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે લુખ્ખા તત્વોની દાદાગીરી અને મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને મામલે તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!