હાલોલ:ચુંટણી પહેલા પંચમહાલ કોંગ્રેસમા ખેલા હોબે,જીલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારને ઉપ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ કેસરીયો ખેસ પહેરાવી ભાજપમા આવકાર્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૪.૨૦૨૬
પંચમહાલ જીલ્લામા સ્થાનિક સ્વરાજની ચુટણીના ઉમેદવારો ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ, આપ સહિતના પાર્ટીના ઉમેદવારો દ્વારા ચુટણી પ્રચાર પણ શરુ કરી દેવામા આવ્યો છે.પંચમહાલ ના ઘોંઘબા ખાતે આજે ગુરુવારના રોજ આયોજીત એક સભામાં ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હસ્તે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ ચેતનસિંહ પરમારે કેસરીયો ખેસ પહેરીને ભાજપમા જોડાઈ જતા કોંગ્રેસમા ખળભળાટ મચી જવા પામ્યો છે.તેમની સાથે અન્ય કોંગ્રેસ કાર્યકરો પણ જોડાઈ ગયા હતા.ચુટણી પહેલા જ પક્ષ પલટો કરી લેતા પંચમહાલ કોગ્રેસને મોટુ ગાબડુ પડ્યુ છે. ભાજપામા જોડાવા પાછળ કોંગ્રેસ નેતા ખડગેજીના ગુજરાતીઓને લઈને નિવેદન તેમજ કોંગ્રેસ પાર્ટીની અંદરો અંદરની ગેરશિસ્તને જવાબદાર ગણી છે.પંચમહાલ જીલ્લામા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની ચુટણીઓ યોજાવાની છે.આ બધાની વચ્ચે ભાજપ અમુક બેઠકો બિનહરીફ કરવામા સફળતા મેળવી છે.ઘોંઘબા ખાતે એક કાર્યક્રમમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમા જોડાયા હતા.તેમને હર્ષ સંઘવીએ કેસરિયો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા.સાથે અન્ય કોંગી કાર્યકરો ભાજપમા જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં સોપોં પડી ગયો હતો.પત્રકારો સાથે વાતચીત કરતા ચેતનસિંહ પરમારે જણાવ્યુ હતુ કે અમે જ્યા પણ સેવા કરીએ છે ત્યા ખંતીથી સેવા કરીએ છે.કોંગ્રેસમા નિષ્ટાથી કામ કર્યુ છે.નરેન્દ્ર મોદીના નેતૃત્વમા દેશનો વિકાસ થઈ રહ્યો છે.તેનાથી પ્રેરાઈને ભાજપમા જોડાયો છુ.વધુમા જણાવ્યુ હતુ કે ખડગે સાહેબ જેવા નેતાના ગુજરાતીઓને અભણ કહ્યા ના નિવેદનોથી ગુજરાતી પ્રજાને ને દુઃખ પહોચ્યુ છે.પાર્ટીમાં નારાજગી અને અંદરો અંદર ગેરશિસ્ત હતી.ગમે તેવી મહેનત કરીએ પણ પરિણામ તરફ ના જઈ શકીએ ,અને પરિણામ ન આપી શકીએ તો રહેવાનો કોઈ મતલબ લાગ્યો ન હતો. ભાજપમા સામાન્ય કાર્યકરની જેમ કામ કરતો રહીશ.મને કોઈ પદની લાલસા નથી ભાજપ તરફથી પણ કોઈ કમિન્ટ મેન્ટ થયુ નથી.હુ સ્વેચ્છાએ ભાજપમા જોડાયો છુ.ચેતનસિંહ પરમારનો કોગ્રેસ સાથે જુનો નાતો, પિતા પણ રહી ચુક્યા છે બે ટર્મ ધારાસભ્ય,વકીલ ચેતનસિંહ પરમાર કોઇપણ હોદાની કે પદની કમિટમેન્ટ વગર ભાજપ માં જોડાયા હતા તેમનો પરીવાર પચાસ વર્ષ થી વઘારે કોગ્રેસ સાથે જોડાયેલો હતો.છેલ્લા (૭) સાત વર્ષથી પંચમહાલ જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત હતા.૧૦ વર્ષથી વઘારે સમય તાલુકા કોગ્રેસ ના પ્રમુખ તરીકે રહ્યા હતા.તેમના પિતા લક્ષ્મણસિંહ પરમાર રાજગઢ વિઘાનસભાના બે ટર્મ ઘારાસભ્ય તરીકે રહયા હતા.તેમના પિતા લક્ષ્મણસિંહ પરમાર જુના દેવગઢબારીઆ તાલુકાના ૭ વર્ષ તાલુકા પ્રમુખ તરીકે રહયા હતા.તેમનો પુરો પરિવાર ચુસ્ત સ્વામીનારાયણ સંતસંગી છે.ઘોંઘંબા તાલુકામાં BAPS સ્વામીનારાયણ સંસ્થાના પૂજય પ્રમુખસ્વામી મહારાજ અનેકવાર તેઓના ઘરે પઘારી ચુક્યા છે.આ વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર ૧૯૯૩ માં પુજય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર ૧૯૯૩ માં પુજય પ્રમુખસ્વામી મહારાજ દ્વ્રારા મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી. અને જે આ આદિવાસી વિસ્તારમાં સ્વામીનારાયણ સત્સંગની જ્યોત પ્રગટાવામાં તેમના પરીવારનું ખુબ મોટુ યોગદાન છે.








