KALOL(Panchamahal)PANCHMAHAL
સ્વાતંત્ર્ય દિન અને શ્રાવણી શનિવાર એકસાથે: ખડકી હનુમાન મંદિરમાં સુંદરકાંડ પાઠથી ગુંજ્યું વાતાવરણ.

તારીખ ૧૬/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ખડકી હનુમાનજી મંદિર ખાતે 15મી ઓગષ્ટ તથા પવિત્ર શ્રાવણ મહિના નો પ્રથમ શનિવાર ના ત્રિવેણી સંગમ જેવા સંજોગે સંકટ મોચન હનુમાનજી મંદિર ખડકી મુકામેં સુંદર કાંડ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં હતું જેમાં સુંદર કાંડ કાર્યક્રમ સુંદર બન્યો હતો એક તરફ 15 મી ઓગષ્ટ સ્વતંત્રત દિવસ ની ઉજવણી બીજી તરફ મિત્ર ભક્તિ મંડળ દ્વારા ધાર્મિક ભક્તિ તથા રાષ્ટ્ર ભક્તિ નો સુંદર સંજોગથી સુંદર કાંડ અતિ સુંદર બન્યો હતો મિત્ર ભક્તિ મંડળ ડેરોલસ્ટેશન ના સુરીલા કર્ણપ્રિય સંગીત સાથે મુકેશ ભાઈ સોની, કાલોલ ના મધુર સ્વરે સુંદર કાંડ ભરચક માનવ મેદની વચ્ચે પુર્ણ થયો.હતો અને સુંદર કાંડ ના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ સુંદર કાંડ બાદ મહાપ્રસાદી નો લાભ લીધો હતો.







