AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

કલા,શિક્ષણ અને સંસ્કૃતિના વારસાને નિભાવવાની પરંપરાનુ જતન

ચારણ -ગઢવી સમાજના વૈશ્ર્વીક સંગઠનમાં યુવા નેતા અમદાવાદના હાર્દીકદાનની ઝોનલ સેક્રેટરી તરીકે નિમણુંક થતા ઠેરઠેરથી આવકાર

આસ્થા અને અનુભવના સમન્વય સાથે સમાજની અવિરત પ્રગતી

 

જામનગર (ભરત જી.ભોગાયતા-જર્નાલીસ્ટ-જામનગર & અમદાવાદ)

 

ચારણ-ગઢવી સમાજના વિકાસ માટે કાર્યરત અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત Charan-Gadhvi International Foundation (CGIF) દ્વારા ગુજરાત ઝોનમાં મહત્વપૂર્ણ નિમણૂક જાહેર કરવામાં આવી છે. સમાજમાં શિક્ષણ, સંસ્કૃતિ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે સતત કાર્યરત આ સંસ્થા વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી રહી છે.
CGIF હેઠળ કાર્યરત Charan Gadhvi International Youth Association (CGIYA) માં
શ્રી હાર્દિકદાન પ્રફુલદાન મોડ (રાણેસર, અમદાવાદ) ને
ઝોનલ સેક્રેટરી – CGIYA ગુજરાત (તારીખ 15 એપ્રિલ 2026 થી અમલ) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આ નિમણૂક અંગે ગુજરાત રીજનના પ્રમુખ શ્રી પ્રતાપદાનજી મહેડુ, જનરલ સેક્રેટરી શ્રી શૈલેષભાઈ ગઢવી (લાંબા) તેમજ શ્રી કેતનભાઈ ગઢવી દ્વારા હાર્દિકદાનજીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થાના આગેવાન રાજાભાઈ રૂડાચ (MD) અને ચેરમેન પ્રતાપસિંહ મહેંડું દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
શ્રી હાર્દિકદાન મોડ શિક્ષણ અને ફાયર-સેફ્ટી ક્ષેત્રે અનુભવી યુવા તરીકે ઓળખ ધરાવે છે અને તેઓ સમાજના યુવાનોને સંગઠિત કરી વિકાસના નવા આયામ સ્થાપિત કરશે તેવી સંસ્થાને આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રસંગે ચારણ સમાજના આગેવાનો અને સભ્યોએ હાર્દિકદાનજીને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી, તેમજ સમાજ અને યુવા પેઢીના હિતમાં વધુ કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરી.
જામનગર શહેર ભાજપ મીડીયા સેલના નવ નીયુક્ત સહકન્વીનર અને મીડીયા ક્ષેત્રના જાગતા પ્રહરી નીકુલદાન ગઢવીએ આ અંગે ઉત્સાહ સાથે વિગત આપતા જણાવ્યુ હતુ કે ચારણ-ગઢવી સમાજ એ આસ્થા અને અનુભવનો સમન્વય કરીને ખૂબ પ્રગતી કરી છે

@ હાઇલાઇટસ

યુવા શક્તિથી સમાજ વિકાસ તરફ CGIF
@વૈશ્વિક સ્તરે કાર્યરત સંસ્થા CGIF
@શિક્ષણ, સંસ્કૃતિ અને સેવા ક્ષેત્રે સક્રિય
@ગુજરાતમાં યુવા પાંખ મજબૂત બનાવવા પ્રયાસ
@હાર્દિકદાન મોડ પર વિશ્વાસ સાથે નવી જવાબદારી

______________

regards

bharat g. bhogayata

journalist

b.sc.,ll.b.,dny(gau),journalism (hindi)

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!