પાલનપુર શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીના વળખા

17 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીના વળખા અમીરબાગ સંપમાંથી લાખો લિટર પાણી લીકેજ થતાં પાલિકાની બેદરકારીના છતી થઈ જાહેર રસ્તા ઉપર ભર ઉનાળે લાખો લીટર પીવાનું પાણી વેડફાતા ચોમાસા જેવું માહોલ રહીશોમાં રોષ.પાલનપુર શહેરમાં એક તરફ ઠેર ઠેર પીવાના પાણીમાટે પ્રજા વળખા મારી રહી છે ત્યારે અમીરબાગ મેન સંમ્પ વિસ્તારમાં આવેલા સપ્લાય વાલ લીકેજ ને લઈને લાખો લિટર પાણી જાહેર રસ્તા ઉપર વેડફાતા ગટરના ગંદા પાણી મિક્સ થતા રાહદારીઓ વાહન ચાલકો આ વિસ્તારના રહીશો આ ગંદા પાણી માં પસાર થવામાં મજબૂર બન્યા હતા પાલિકાના જવાબદાર તંત્ર ઉપર રહીશો એ રોષ વ્યક્ત કર્યા હતો.પાલનપુરમાં છેલ્લા ત્રણ દિવસથી વોર્ડ નંબર 2 .3 વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનુંપાણીનો પુરવઠો હોવા છતાં અનિયમિત આવી રહ્યો છે છાસવારે પાલિકાના પાણી પુરવઠા ના સત્તાધીશો પાણીની સમસ્યાને લઈને અવારનવાર પ્રોબ્લેમ બતાવી રહ્યા છે પણ કોઈ નક્કર પગલા ન ભરતા જેના કારણે આ વિસ્તારના લોકો છતાં પાણી અવર નવર પીવાના પાણી માટે ફાફા મારવા પડે છે કેટલાક લોકો પ્રાઇવેટ ટેન્કરો મંગાવી પીવાના પાણી પૈસા આપી મજબૂર બન્યા છે જ્યારે ફરીથી આ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લીલાશાહ કુટીયા પાસે બનાવેલો આ ટાંકામાં પૂરતું ન પાણી ભરાતા પાણીની સમસ્યાઓ વકરી હતી જેને લઈને પાલિકાના મહિલા નગર સેવકને આ વિસ્તારના રહીશોએ જાણ કરતા આ મામલે નગરસેવકે રૂબરૂ તપાસ કરતા જેમને ટાંકું ન ભરેલું હોવાનું જણાવ્યું હતું આ મામલે પાણી પુરવઠા ના સુપરવાઇઝર સહિત તમામ જવાબદાર વ્યક્તિઓને ફોન કરી સ્થળ ઉપર રૂબરૂ બોલાવ્યા હતા આ મામલે વધુ તપાસમાં અમીરબાગ બનાવેલો સંમ્પ જ્યાં અનેક વિસ્તારમાં આ જગ્યાથી પીવાનું પાણીનો સપ્લાય પૂરું પાડવામાં આવે છે તે જગ્યાએ રૂબરૂ તપાસ કરતા લાખો લિટર પાણી વેડફાતું જોવા મળ્યું હતું આ પીવાનું પાણી ગટરના ગંદા પાણી સાથે જાહેર રસ્તા ઉપર રેલાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જાહેર રસ્તા ઉપર લાખો લીટર પાણી રેલમ છેલ થઈ ગયેલું જોવા મળ્યું હતું આ વિસ્તારના લોકોનું કહેવા મુજબ આવું છાસવારે અમારા વિસ્તારોમાં પાણીનો બગાડ થાય છે જેને લઇને અહીં ગટરના ગંદા પાણી આ શુદ્ધ પાણી ભેગું મળતા આ વિસ્તાર ગંધાય ઊઠે છે અમારા ભણતા બાળકો અહીં રાધે કૃષ્ણ મંદિરે દર્શન કરવા આવતા લોકો ગંદા પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે. ગરમીના પ્રકોપ વચ્ચે પાલનપુર નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગના તંત્રની અણ આવડતની કામગીરી લઈને શહેરના અનેક વિસ્તારોમાં છતાં પાણી અછતના એંધાણ છાસવારે સર્જાયા છે રાજ્ય સરકારે શહેરના સુખાકારી માટે કરોડો રૂપિયાની પીવાનું પાણી મળી રહે તેને લઈને કરોડોની આ શેર માટે ગ્રાન્ડ ફાળવવા હોવા છતાંય શહેરના કેટલાક વિસ્તારો આજે પણ પીવાના પાણી માટે વળખા મારતા જોવા મળી રહ્યા છે જેમાં શિવનગર સોસાયટી. શક્તિનગર .ભાગ્યોદય. બીજેશ્વરી કોલોની. કોલેજ કમ્પાઉન્ડ .લક્ષ્મણ ટેકરી. આસોપાલવ સોસાયટી. કલ્યાણ સોસાયટી. જેવા અનેક વિસ્તારોમાં અમીરબાગ સંમ્પ માંથી ધરોઈ નું પાણી પુરવઠો સંગ્રહ કરી ને સપ્લાય શક્તિ નગર પાસે લીલા શાક કુડીયા તેમજ અન્ય સ્થળેમાં ટાંકાઓમાં ભરવામાં આવે છે તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી લીલાશા ખુટિયા પાસે બનાવેલા ટાંકામાં વારંવાર પાણીનો સપ્લાય છતાં પાણી ઓપરેટર લાલિયા વાડીના કારણે ટાંકો પૂરું ન ભરતા તેવો આક્ષેપ આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે આબેદરકારી આ મામલે પાલિકાના પૂર્વ નગર સેવક આશાબેન રાવલને આ વિસ્તારના રહીશોએ જાણ કરતાં જેમને ઘટના સ્થળે રૂબરૂ મુલાકાત દેતા પાલિકાની પાણી પુરવઠાની બેદરકારી છત્તી થયેલી જોવા મળી હતી જેમને જણાવ્યું જે પણ આ કામગીરીમાં બેદરકારી રાખે છે તેને ચીફ ઓફિસર દ્વારા કડક પગલાં લઈ કાયદેસરની કારવાઈ કરવી જોઈએ અમીરબાગ વિસ્તારમાં સમ્પ ઉપર રૂબરૂ મુલાકાત લેતા છેલ્લા બે દિવસથી માલિક જ લઈને લાખો લીટર રસ્તા ઉપર પાણી વેડફાયું હતું રૂબરૂ વાલમેનને પૂછતા તેમને જણાવ્યું કે અમે સુપરવાઇઝરમાં આ મામલે જાણ કરી છે હજી સુધી રીપેરીંગ કામ થયું નથી આ બાબતે ફોન ઉપર સુપરવાઇઝર નો સંપર્ક કરતા તેમને જણાવ્યું અમે પણ આ લેવલે જાણ કરી છે તેમ કહી વાત ગોદડી વાળવાની કોશિશ કરી હતી આ વીરફાતા પાણીને લઈને ગાયત્રી નગર સુધી એક કિલોમીટર અંતરે જાહેર રસ્તા ઉપર પાણીની રેલમછેલ જોવા મળી હતી જેને લઈને આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તસવીર- અહેવાલ દીપકભાઈ રાવલ.








