HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં ચાલુ કારે દારૂની મહેફિલ માણતા આમ આદમી પાર્ટીના બે નેતાઓ ઝડપાયા

 

HALVAD:હળવદમાં ચાલુ કારે દારૂની મહેફિલ માણતા આમ આદમી પાર્ટીના બે નેતાઓ ઝડપાયા

 

 

હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે રાજકીય આલમમાં ગરમાવો લાવી દે તેવી એક ઘટના સામે આવી છે. ચાલુ વાહને દારૂની મહેફિલ માણી રહેલા આમ આદમી પાર્ટીના બે મુખ્ય હોદ્દેદારોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસે બાતમીના આધારે તપાસ કરતા  વ્યક્તિઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા:હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા: રહે. રુદ્રપાર્ક-૧, હળવદ (ચરાડવા જિલ્લા પંચાયત બેઠકના ‘આપ’ના પ્રભારી).વિકાસકુમાર વિજયકુમાર: રહે. દિલ્હી (દિલ્હી ‘આપ’ના કાર્યકર અને હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના પ્રભારી)પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૩,૨૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:વિદેશી દારૂની બોટલ ૦૨ ૨,૦૦૦/-હ્યુંડાઈ i10 કાર (GJ-13-AH-2321) ૦૧ ૩,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન ૦૩ ૨૦,૦૦૦/-કુલ કિંમત ૩,૨૨,૦૦૦/હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (દારૂબંધીના કાયદા) તેમજ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!