HALVAD:ચરાડવાના બુટલેગર સામે ‘પાસા’નું શસ્ત્ર ઉગામતી હળવદ પોલીસ




HALVAD:ચરાડવાના બુટલેગર સામે ‘પાસા’નું શસ્ત્ર ઉગામતી હળવદ પોલીસ

હળવદ: મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના ગેરકાયદેસર વેચાણ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી આમિન અનવરભાઈ કાજેડીયા (રહે. રાજલનગર, ચરાડવા, તા. હળવદ) વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આરોપી આમિન કાજેડીયા અગાઉ હળવદ પોલીસ મથકમાં ઇંગ્લીશ દારૂના વેચાણના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને હળવદ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ પાસા (Prevention of Anti-Social Activities Act) ની દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર કરી આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, હળવદ પોલીસ એક્શનમાં આવી હતી. આરોપીને ઝડપી પાડવા માટે હળવદ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.: પોલીસે સચોટ બાતમીના આધારે આરોપીને સત્વરે અટકાયત કરી હતી. પાસા એક્ટ તળે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને સુરક્ષિત રીતે જેલ ભેગો કરવામાં આવ્યો છે.




