HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ જેટકો સબ સ્ટેશનમાં હાજરી પત્રક મુદ્દે બખેડો, લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેરને લાફો ઝીંકી જાનથી મારવાની ધમકી આપી

 

HALVAD:હળવદ જેટકો સબ સ્ટેશનમાં હાજરી પત્રક મુદ્દે બખેડો, લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેરને લાફો ઝીંકી જાનથી મારવાની ધમકી આપી

હળવદના માનસર પાસે આવેલા ૪૦૦ કે.વી. જેટકો સબ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી પર હુમલો થવાની આઘાતજનક ઘટના સામે આવી છે. હાજરી પત્રકમાં ગેરહાજરીના લીટા મારવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા લાઈન ઈન્સ્પેક્ટરે પોતાના જ ઉપરી અધિકારી (નાયબ ઈજનેર) સાથે ગેરવર્તણૂક કરી માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 



​મળતી માહિતી મુજબ, હળવદના સરા રોડ પર રહેતા અને માનસર ૪૦૦ કે.વી. જેટકોમાં નાયબ ઈજનેર (ડેપ્યુટી એન્જિનિયર) તરીકે ફરજ બજાવતા નીતીનભાઈ જયસુખભાઈ લોરીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ત્યાં જ લાઈન ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા (રહે. ધાંગધ્રા) અગાઉ નોકરીમાં ગેરહાજર રહ્યા હતા. શિસ્તના ભાગરૂપે નાયબ ઈજનેર નીતીનભાઈએ મસ્ટરમાં તેમની હાજરી સામે ગેરહાજરીના લીટા માર્યા હતા.

​આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી હસમુખભાઈએ ઓફિસમાં આવી બોલાચાલી શરૂ કરી હતી. વિવાદ વધતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નાયબ ઈજનેરને અભદ્ર ગાળો આપી ગાલ પર થપ્પડ મારી દીધી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ અર્થિંગ ફાઈબર રોડનો દંડો લઈને તેમને મારવા માટે પાછળ દોડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.​આ ઘટનાને પગલે સબ સ્ટેશનના કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભોગ બનનાર નાયબ ઈજનેરની ફરિયાદના આધારે હળવદ પોલીસે લાઈન ઈન્સ્પેક્ટર હસમુખભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!