મહેશ્વરી મહિલા મંડળ પાલનપુર દ્વારા આયોજિત એક દિવસીય સખી આનંદોત્સવ રાત્રી નુ આયોજન

18 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મહેશ્વરી મહિલા મંડળ પાલનપુર દ્વારા આયોજિત એક દિવસીય સખી આનંદોત્સવ રાત્રી નુ આયોજન
મોબાઇલ વગર ભેગા થવું અને ભુલાતી જૂની રમતો નું આયોજન.મહેશ્વરી મહિલા મંડળ પાલનપુર દ્વારા સખી આનંદોત્સવ રાત્રી નુ આયોજન તારીખ 17 એપ્રિલ ના રોજ મહેશ્વરી કોમ્યુનિટી હોલ પર કરવામાં આવેલ.આ કાર્યકર્મ સમાજ ની 70 બહેનો સાંજે 5.30 વાગે મોબાઈલ વગર સમાજ હોલ પર એકત્રિત થઈ.બધી સખીઓ સાથે મળીને હાસ્ય,આનંદભરી પળો માણી. કાર્યકર્મ ની શરૂવાત માં નાસ્તો કર્યા બાદ વિવિધ મજેદાર જૂની રમતો નું આયોજન કરવામાં આવ્યું,ત્યાર અંતાક્ષરી, ઉત્સાહભર્યા ગરબા રમવામાં આવ્યા,ત્યારબાદ જુની મીઠી યાદોને તાજી કરવામાં આવી.આ કાર્યકર્મ મહિલાઓ પોતે મોબાઇલ લીધા વગર આવેલ. આ કાર્યકર્મ મહેશ્વરી સમાજ મહિલા મંડળ દ્વારા પહેલી વાર કરવામાં આવેલ જેને ખૂબ જ સારી સફળતા મળેલ. આ દિવસ બહેનો માટે યાદગાર અને પ્રેમ,એકતા અને ખુશીઓ થી ભરેલો રહ્યો.





