ARAVALLIMODASA

મોડાસામાં કોંગ્રેસ ઉમેદવારે ઘોડે ચડી પ્રચાર કર્યો – ઢોલ નગાળા સાથે અનોખો પ્રચાર જોવા મળ્યો , મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં કોંગ્રેસ ઉમેદવારે ઘોડે ચડી પ્રચાર કર્યો – ઢોલ નગાળા સાથે અનોખો પ્રચાર જોવા મળ્યો , મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોડાસા શહેરમાં કોંગ્રેસ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ અનોખા પ્રચારએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ઢોલ-નગારા સાથે ઘોડે ચડી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળેલા આ પ્રચાર રેલી દરમિયાન જાણે લગ્નનો વરઘોડો નીકળ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. ઢોલના તાલે અને સમર્થકોના જયઘોષ વચ્ચે ઉમેદવારો લોકસમર્થન મેળવવા પ્રયત્નશીલ રહ્યા હતા.
આ અનોખા પ્રચારને કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે જોવા મળતા પરંપરાગત પ્રચારથી અલગ અંદાજ અપનાવી કોંગ્રેસે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. લોકોમાં પણ આ પ્રચારને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે અને અનેક લોકોએ આ દ્રશ્યો નિહાળવા માટે ભીડ એકત્રિત કરી હતી.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મતદારો સુધી સીધી રીતે પહોંચવા માટે ઉમેદવારો હવે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. મોડાસામાં જોવા મળેલો આ અનોખો પ્રચાર પણ આવનારી ચૂંટણીમાં મતદારોના મૂડને પ્રભાવિત કરી શકે છે.

Back to top button
error: Content is protected !!