NANDODNARMADA

નર્મદા: એકતાનગર ટેન્ટસિટી ખાતે શ્રી રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનુ આયોજન , બે શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું

નર્મદા: એકતાનગર ટેન્ટસિટી ખાતે શ્રી રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનુ આયોજન , બે શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું

 

પદ્મશ્રી ડૉ. કનુભાઈ ટેલર અને આયેશાબેન પટેલ ને રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ આપી સન્માનિત કરાયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રકાશિત કરનાર રત્નસિંહજી મહીડા ની સ્મૃતિમાં તેમના પૌત્રી શ્રીમતી વિરાજકુમારી મહીડા તેમજ રાજપીપળાના રાજવી પરિવાર મનવેન્દ્રસિંહજી ગોહિલ દ્વારા રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે

આજે નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટસિટી ખાતે રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડનુ આયોજન કરાયું હતું જેમાં મેહમાન તરીકે મહાત્મા ગાંધીજીના પરપૌત્ર શ્રીકૃષ્ણ ગજાનન કુલકર્ણી જી, મેહમાન એવા જે. એન . સુકાનંદન અંકલેશ્વર ઓએનજીસી ના એસેટ મેનેજર, સંસ્કાર ભરતી પ્રમુખ અભેસિંહજી રાઠોડ ની વિશિષ્ઠ ઉપસ્થિતિ રહી હતી

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદ્મશ્રી ડૉ. કનુભાઈ ટેલર અને આયેશાબેન પટેલ ને રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ બીજો એવોર્ડ સમારોહ છે જેમાં શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું છે રાજા મનવેન્દ્રસિંહજી ગોલહિલ અને વિરાજબા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું

સન્માનિત એવોર્ડ વિજેતા ડૉ. કનુભાઈ ટેલર ની વાત કરીએ તો તેઓ પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત છે ઉપરાંત ઘણા એવોર્ડ મેળવી ચૂક્યા છે વિકલાંગ – અપંગ તમે ઘણા જોયાં હશે. એ લોકોની જિંદગી ભીખ માંગીને – ફૂટપાથ પર રિબાયને મૃત્યુ પામવાની જ કલ્પના દરેકના મગજમાં આવે પરંતુ એક દિવ્યાંગને આવી જિંદગી મંજૂર ન હોતી. પગ નથી તો શું થયું ? હાથ છે, હૈયું છે, મનોબળ છે અને અન્ય દિવ્યાંગોની જિંદગીને બદલવાનો સંકલ્પ છે અને લોક સેવાની દીપ જલાવી ને એક સામાન્થ દરજીનો દિકરો પગ વિના આકાશની ઊંચાઇએ પોહચી ગયો, લગભગ ૬૦ વર્ષની વયે પહોંચેલા કનુભાઇની સંઘર્ષ યાત્રા અને સફળતાને એક પાનામાં વર્ણવવી સહેલી નથી. દિવ્યાંગો માટે પિ્રન્ટીંગ પ્રેસ, દિવ્યાંગો માટે પાચાની સુખ સુવિધાઓ, દિવ્યાંગો માટે ભણતર, શિક્ષણ – તાલિમ અને દિવ્યાંગો માટે નોકરીઓની અધઘઘ તકો તેમણે ઊભી કરી

 

છેલ્લાં ૪૦ વર્ષથી કનુભાઇ ટેલર નામના ભડવીર વિ્હલચેર પર બેસીને દુનિયામાં દિવ્યાંગોની સેવા અર્થે ફરતા રહ્યા છે. દિવ્યાંગોની સેવા પ્રદાનને કારણે દેશ દુનિયામાંથી અસંખ્ય એવોર્ડસ – પારિતોષિક એમણે મેળવ્યા છે. ઇનિ્દરા ગાંધી, મોરારજી દેસાઇ, પ્રણવ મુખર્જી, એ.પી.જે અબ્દુલ કલામ ને પોતાના રોલ મોડલ ગણાવનાર કનુભાઇ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સાથ અને સહયોગ વડે આજે તેઓ ૪૫૦૦ ચોરસ ફૂટ જગ્યામાં ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ચલાવે છે. જેનો ઉદ્દેશ્ય ‘દિવ્યાંગ સેવા એજ પ્રભુ સેવા’ છે જે અંતર્ગત શિક્ષણ, તાલિમ, હોસિ્પટલ ચાલે છે અને એમાંથી દિવ્યાંગ સ્વાવલંબી બનીને જગતમાં માનભેર જીવન જીવે છે. યુનોએ ૧૯૮૧નું વર્ષ ‘આંતરરાષ્ટ્રીય અપંગ વર્ષ’ ઉજવવાનું નક્કી કર્યું. એ સિદિ્ધએ કનુભાઇ ટેલરને દિવ્યાંગોની દુનિયામાં આકાશની ઊંચાઇએ બેસાડી દીધા છે. પગવાળો માનવી પલાઠીવાળીને બેસી રહે ને વિકલાંગ આંભ આંબે એવા કનુભાઇ ટેલરને લાખો સલામ છે

 

એવોર્ડ વિજેતા પટેલ આયશાબહેન રાજાભાઈ નું વતન કાણોદર, તા. પાલનપૂર, જિ. બનાસકાંઠા. શક્ષણિક સફર જોઈએ તો એમ.એ, એમ.ફિલ, બી.એડ. તેઓએ માધ્યમિક શાળામાં શિક્ષક, સુપરવાઈઝર તરીકે ૩૫ વર્ષની કામગીરી કરી પ્રાયમરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં પિ્રન્સીપાલ તરીકે ૭ વર્ષની કામગીરી કરી સામાજિક સેવાનું લિસ્ટ ઘણું લાંબુ છે પરંતુ જો મુખ્ય સેવાઓ જોઈએ તો તેઓ મહેસાણા શહેર મહિલા ગૃહઉદ્યોગ સહકારી મંડળી ૧૯૮૧ થી ૨૦૦૩ સુધી પ્રમુખ રહ્યા, મહેસાણા જિલ્લા મહિલા ઉત્પાદક અને વિકાસ સહકારી સંઘ–૧૯૮૯થી ૧૯૯૯ સુધી. ઉપરમુખ રહ્યા અત્યાર કારોબારી સભ્ય તરીકે સેવા બજાવે છે, ટ્રસ્ટી અને કારોબારી સભ્ય–મહિલા મંડળ, મહેસાણા , ટ્રસ્ટી તથા કારોબારી સભ્ય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ટ્રસ્ટી, ખુદાઈ ખિદમતગાર અને ઈશ્વરી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણા. સહિત માનવ સેવામાં સહભાગી રહ્યા જાતીય સાતમની સમિતિના સભ્ય રહ્યા

 

તેઓએ માનવ જીવનને સહકાર થકી જીવન સુધારવા અપીલ કરી હતી દરેક માનવ જીવનમાં પરમાત્મા વસેલો છે પોતાના જીવનને સમાજ સેવામાં ધડી દેવા આહવાન કર્યું હતું

 

Back to top button
error: Content is protected !!