ગરીબોના બેલી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા મુંબઈના મહેતા પરિવારના રાજીવ મહેતા નેરોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા બનાસ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયાં.

21 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગરીબોના બેલી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા મુંબઈના મહેતા પરિવારના રાજીવ મહેતા નેરોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા બનાસ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયાં..પાલનપુર હાઇવે ઉપર રોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા બનાસ રત્ન એવોર્ડના કાર્યક્રમમાં જેમાં ચીફ ગેસ્ટ તરીકે જેમને સન્માનિત કરવા આમંત્રણ આપ્યું હતું એવા શ્રી રાજીવ ભાઈ મહેન્દ્રભાઈ મહેતા તેમનું પરિવાર મૂળ ની પાલનપુર હાલ રહે મુંબઈમાં ઉદ્યોગપતિ ડાયમંડ ક્ષેત્રે દેશ-વિદેશમાં જેમનું નામ જાણીતું છે આ પરિવારમાં દ્વારા ચાલતી રત્નનીઘિ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ. શાળાઓમાં તેમજ હોસ્પિટલોમાં ડોનેશન જરૂરિયાત મંદ લોકો મદદ કરી સેવાકીય પ્રવૃતિઓ ચલાવી રહ્યા છે આ સેવાકીય પ્રવૃત્તિઓને બનાસકાંઠા ગામડાઓ સહિત દેશના અનેક જિલ્લાઓમાં આ પરિવાર જરૂરિયાત મંદ લોકો ને ની :શુક્લ મદદ કરી રહ્યા છે જો કે તેમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી પાલનપુરમાં18 એપ્રિલ 2026 ના દિવસે રોટરી ક્લબ પાલનપુર સીટીના હોદ્દેદારો આ ડાયમંડ કિંગ મુંબઈ ટ્રસ્ટના એમ.ડી રાજીવભાઈ મહેતા બનાસ રત્નનું એવોર્ડ સન્માનિત કરી હાજર રહેલા તમામ મહેમાનોએ તાળીઓથી વધાવી લીધા હતા.રોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા વરસ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓ આ ક્લબ સાથે જોડાયેલા તમામ લોકો જરૂરિયાત મંદ લોકોને કરતા આવ્યા છે આ સાથે બનાસકાંઠાના પાલનપુરના વતની જેમને દેશ વિદેશમાં નામ વિવિધ ક્ષેત્રે નામ રોશન કરનારા અવર નવાર સન્માન કાર્યક્રમ કરી તેમનું પ્રોત્સાહન પણ વધારતા આવ્યા છે અગાઉ 21 બનાસ રત્નોથી સન્માનિત કરાયા હતા જ્યારે 2026માં રત્ન નિધિ ટ્રસ્ટના એમ.ડી રાજીવભાઈ મહેતા જેઓ જયપુર ફ્રુટ અપંગ વ્યક્તિઓને વિનામૂલ્ય પોતાના પગ ઉપર ઉભા થઈને અમૂલ્ય જીવન જીવી શકે તેને લઈને બનાસકાંઠા સહિત વિવિધ રાજ્યમાં પણ હાલ સેવાકીય પ્રવૃતિઓ ચલાવી રહ્યા છે આવા દાનવીર બનાસ રત્ન એવોર્ડ સન્માનિત કરવા આવ્યા હતા. ક્લબના પ્રમુખ ગિરીશભાઈ મહેશ્વરી. પ્રોજેક્ટ ચેરમેન યશવંત બચાણી. સેક્રેટરી ભાવેશ પટેલ. તેમજ રોટરી સાથે જોડાયેલા અનેક મહાનુભવો હાજરી આપી હતી જેમાં આ સન્માન પ્રસંગમાં રોટરીયન કલ્પેશ રાવલ ડિસ્ટ્રીક ગવર્નર નૈમેશભાઈ રવાણીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા આ સન્માન કાર્યક્રમ સફળ બનાવવા ગીરીશભાઈ રાવલ.ડો.જયેશ બાવીસી હર્ષદભાઈ મહેતા. નિકુંજભાઈ વ્યાસ. તમામ લોકોએ જેમ જ ઉઠાવી હતી.







