RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ-૨૦૨૬ ઔદ્યોગિક વસાહતોના કામદારો, સ્વ સહાય જૂથનાં બહેનો અને વિદ્યાર્થીઓ મતાધિકાર માટે કટિબદ્ધ, મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા

તા.૨૦/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેર, ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ચૂંટણી તંત્ર રાજકોટ દ્રારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં.

ચૂંટણી તંત્ર દ્રારા સ્વ સહાય જૂથના બહેનો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ જીઆઇડીસી વિસ્તારના કામદારોને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા.

રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે. લોકશાહીનાં આ પર્વમાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર રાજકોટ દ્વારા લોકશાહીનાં આ પર્વમાં તમામ મતદારો સહભાગી બની મતદાન કરે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજી મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં રહ્યાં છે.

૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ યોજાતા અવેરનેસ કાર્યક્રમોમાં નાગરિકો સહભાગી બની રહ્યા છે.

વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ મતદાન જાગૃતિ માટે ખાસ વિધાર્થીઓને પ્રેરિત કરાયા છે. મોટા માત્રાવડ ખાતે સ્વ સહાય જૂથના બહેનો લોકશાહીનું પર્વ ઉજવવા આગળ આવી મતદાનનાં શપથ લીધા હતાં. આ ઉપરાંત, મેટોડા જીઆઇડીસીમાં આવેલી આઈસબર્ગ ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, લોધીકા સ્થિત સિલ્વર મોટર્સ, શાપરમાં વરૂણ કાસ્ટિંગ અને સિનર્જી ટ્રાન્સફોર્મર પ્રાઇવેટ લિમિટેડ સહિત ઉદ્યોગો ખાતે કર્મચારીઓએ મતદાન કરવાના શપથ લીધા હતાં.

Back to top button
error: Content is protected !!