HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના કડીયાણા ગામે તસ્કરોનો આતંક: વાડીમાંથી ૧૬૦૦ ફૂટ કોપર કેબલની ચોરી

 

HALVAD:હળવદના કડીયાણા ગામે તસ્કરોનો આતંક: વાડીમાંથી ૧૬૦૦ ફૂટ કોપર કેબલની ચોરી

 

મોરબી/હળવદ: મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેત-સામગ્રીની ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને પોતાની ખેતી સાંભળતા હોય છે, ત્યારે તસ્કરો તેમની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. આવો જ એક બનાવ હળવદ તાલુકાના કડીયાણા ગામે બન્યો છે, જ્યાં એક વાડીના ઓરડાના તાળા તોડી તસ્કરો લાખોની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયા છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબી તાલુકાના જોધપર (નદી) ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર રહેતા વેપારી લાલજીભાઈ અણદાભાઈ સવસાણી (ઉ.વ. ૬૦) ની હળવદના કડીયાણા ગામે વાડી આવેલી છે. ગત રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ આ વાડીને નિશાન બનાવી હતી.

તસ્કરોએ વાડીમાં આવેલા રૂમ અને ઓરડીઓના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. રૂમમાં રાખેલો સબમર્સિબલ મોટરનો ૬ એમ.એમ.નો આશરે ૧૬૦૦ ફૂટ લાંબો કોપર કેબલ વાયર, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- થાય છે, તેની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.આ બનાવ અંગે લાલજીભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી, ચોરોને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!