MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ કંઈક અલગ રીતે ઉજવાયો.

 

WAKANER:વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ કંઈક અલગ રીતે ઉજવાયો.

 

વાંકાનેર તાલુકા ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ આઠ માં ભણતા બાળકોનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં શાળા પરિવાર તરફથી ટંકારાથી શિક્ષક ભરતભાઈ વડઘાસીયા દ્વારા ગેમ શો નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભરતભાઈ વડઘાસીયા સાહેબ એ શાળાના તમામ બાળકોને નવી નવી રમતો રમાડી સાથે ઇનામો આપી બાળકો ને ઉત્સાહ અને પ્રેમપૂર્વક રમાડ્યા અને રાજી કર્યા.નવા કોઠારીયા શાળા ના આચાર્ય અનિમેષભાઈ દુબરીયા તરફથી કાર્યક્રમમાં અંતે તમામ બાળકોને શીખંડ,પૂરી,શાક નો જમણવાર કરાવવામાં આવી. ધોરણ આઠ માં બાળકો દ્વારા શાળાને ભેટ રૂપે સરસ્વતી માતાજીનો ફોટો આપવામાં આવ્યો. આ તકે શાળામાં શિક્ષક અને આચાર્યએ પ્રસંગે અનુરૂપ ઉદબોધન આપ્યુ તથા બાળકોનું ભવિષ્ય ઉજવળ બને તેવા આશીર્વાદ આપ્યા.

Back to top button
error: Content is protected !!