
સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬
**
લુણાવાડા વાઇબ્રન્ટ વેવ્સ સ્કૂલ ખાતે ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ, કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે માર્ગદર્શન પૂરું પાડ્યું
**
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી સઘન બનાવવામાં આવી છે. આ અન્વયે આજ રોજ ‘વાઇબ્રન્ટ વેવ્સ’ ખાતે લુણાવાડા તાલુકાના ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે આ તાલીમ વર્ગની રૂબરૂ મુલાકાત લઈ ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પૂરતી સાવચેતી રાખવા અને નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવા પ્રોત્સાહિત કર્યા હતા.ચૂંટણી પ્રક્રિયાના સુદૃઢ વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે વિશાળ માનવબળની ફાળવણી કરવામાં આવી છે. આ કામગીરી માટે લુણાવાડા તાલુકામાં પ્રિસાઇડિંગ ઓફિસર ૧૯૩, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ૧૮૨, મતદાન અધિકારી ૧૯૨, મહિલા મતદાન અધિકારી ૩૬૮ અને અન્ય ૧૮૬ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સમગ્ર તાલીમ દરમિયાન ચૂંટણીલક્ષી ઝીણવટભરી બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.



