MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 12 માં પરિવર્તનના પવન, કોંગ્રેસના યુવા ઉમેદવાર મેદાનમાં

MORBl મોરબી મહાનગરપાલિકા ચૂંટણી – વોર્ડ ૧૨ માં પરિવર્તનની લહેર.

 

મોરબી:​આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મોરબીનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ બેઠક પર એક ઉચ્ચ શિક્ષિત અને લોકપ્રિય યુવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

યુવા નેતૃત્વ પર ભરોસો ​કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 12 માટે જગદીશભાઈ સોનગ્રા ના નામની જાહેરાત કરવામાં આવી છે. એક “ઉચ્ચ શિક્ષિત યુવાન ઉમેદવાર” તરીકે તેમની ઓળખ આપવામાં આવી છે, જે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ક્રમ નંબર 3 ના જગદીશભાઈ સોનગ્રાએ પોતાના પ્રચાર અભિયાનમાં પરિવર્તન અને સાચા વિકાસના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારે મતદારોને અપીલ કરતા જણાવ્યું છે કે, લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે. તેમણે સૂત્ર આપ્યું છે કે:​”કોંગ્રેસને મત આપી પરિવર્તન લાવીને બતાવી દો કે પ્રજા જ સાચી કિંગ મેકર છે!”

વોર્ડ નંબર ૧૨ માંથી આ સાથે કોંગ્રેસ પક્ષના મજબૂત ઉમેદવારો ક્રમ નંબર 2 કોમલબેન ભોજાણી (પટેલ), ક્રમ નંબર 3 જગદીશભાઈ સોનગ્રા, અને ક્રમ નંબર 10 વિનોદભાઈ વીડજા દ્વારા સંયુક્ત રીતે જનતા સમક્ષ પોતાનું વિઝન અને પ્રતિબદ્ધતાઓ રજૂ કરવામાં આવી છે.

કોંગ્રેસના ઉમેદવારોએ “મોરબી કોંગ્રેસનું કમિટમેન્ટ” શીર્ષક હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે સાત મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે

ટ્રાફિક અને રસ્તા: સમગ્ર શહેરમાં સર્વે કરી ભવિષ્યના ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવી.

​પાણી અને ગટર: દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું અને બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને ફરી શરૂ કરી મકાનોમાં પૂરતા ફોર્સ સાથે પાણી આપવું.

ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીના નિકાલ માટે નવી અને મોટી સ્ટોર્મ વોટર લાઈન નાખવી.*
*​મહિલા સશક્તિકરણ: ગૃહઉદ્યોગ અને હસ્તકલા સાથે જોડાયેલી મહિલાઓ માટે વિશેષ “વીકલી મહિલા બજાર” માટે જગ્યા ફાળવી તેમને પગભર કરવા.

​આરોગ્ય અને શિક્ષણ: દરેક વોર્ડ દીઠ આધુનિક સુવિધાયુક્ત “સ્માર્ટ ક્લિનિક” શરૂ કરી એક્સ-રે, બ્લડ ટેસ્ટ અને સીટી સ્કેન જેવી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવી.

સ્વચ્છતા અને પર્યાવરણ: મચ્છુ નદીનું શુદ્ધિકરણ કરી રિવરફ્રન્ટ બનાવવો અને “ઝીરો વેસ્ટ સીટી” ના લક્ષ્ય સાથે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનને સક્ષમ બનાવવું.

સુરક્ષા: ૧૦૦% એલઈડી લાઈટનું નેટવર્ક અને શ્રમિકો માટે “શ્રમિક રત્ન હેલ્પલાઈન” શરૂ કરવાનું વચન અપાયું છે.

વિકાસના મુદ્દે ચૂંટણી જંગ ​જગદીશભાઈનું માનવું છે કે અત્યાર સુધી જે વિકાસની વાતો થઈ છે તેનાથી પ્રજા સંતુષ્ટ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે હવે કોંગ્રેસના ‘કામના લોકો’ દ્વારા જ વિસ્તારનો સાચો અને પાયાનો વિકાસ શક્ય બનશે. વોર્ડ નંબર 12 માં રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ યુવા રોજગારીના મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વના સાબિત થશે.​હવે જોવાનું એ રહેશે કે મોરબીની જનતા આ વખતે પરિવર્તનને સ્વીકારીને કોંગ્રેસના આ યુવા ઉમેદવાર પર પોતાનો કળશ ઢોળે છે કે કેમ.તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું

Back to top button
error: Content is protected !!