RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ચૂંટણીમાં મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારની નાગરિકોને અપીલ

તા.૨૨/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સ્વતંત્રતા સેનાની સ્વ. મનુભાઈ વિઠલાણીના પુત્ર દ્વારા ચલાવાતું મતદાર જાગૃતિ અભિયાન

Rajkot: દેશના લોકશાહી તંત્રમાં દરેક મતનું વિશેષ મૂલ્ય છે. નાગરિકો પોતાની ફરજ સમજીને ચૂંટણીમાં મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે રાજકોટમાં સ્વાતંત્ર્ય સેનાનીના પરિવાર દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આઝાદીની લડતમાં યોગદાન આપનારા રાજકોટના પ્રખર સ્વતંત્રતા સેનાની સ્વ. મનુભાઈ વિઠલાણીના પુત્ર અશ્વિનભાઈ વિઠલાણી તથા શ્રીમતી કિરણબેન અશ્વિનભાઈ વિઠલાણી પ્રત્યેક ચૂંટણી વખતે અનોખું જાગૃતિ અભિયાન ચલાવે છે. તેઓ પોતાના પિતાના ફોટા સાથેના ખાસ બેનર બનાવીને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ પોતાના વ્યવસાયના સ્થળે આવતા ગેસના ગ્રાહકોને પણ મતદાનનું મહત્વ સમજાવીને અચૂક મતદાન કરવા સંદેશો પાઠવે છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે ૧૦૦ ટકા મતદાન કરવું જોઈએ તેવા આગ્રહ સાથે સ્વાતંત્ર્ય સેનાનીનો પરિવાર વર્ષોથી મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિયતા દાખવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ૨૬મીએ મતદાન થવાનું છે, ત્યારે તેમણે નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!