AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

બે દાયકાના અનુભવ સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત નિયુક્તિ

બે દાયકાના અનુભવ સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત નિયુક્તિ

ખંભાળિયામાં નવા નિયુક્તિ થયેલ પોલીસ ઇન્સ્પેક્ટર સી આર રાણા એ પત્રકારો સાથે કરી બેઠક

જામનગર (ભરત જી.ભોગાયતા)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હેડ ક્વાર્ટર જામખંભાળીયામાં  પોલીસ સ્ટેશનમાં મુકાયેલા પીઆઇ સી આર રાણા 19 વર્ષની પોલીસની નોકરી દરમિયાન પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં મુકાયેલા છે તથા અમદાવાદ બરવાળા સારંગપુર બહુચરાજી ડાકોર સહિતના અનેક જગ્યાએ મહત્વની કામગીરી કરી હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામાં પત્રકારો સાથે કાયદો વ્યવસ્થાની ચર્ચા કરી અને હાલની સ્થિતિ,ફરીયાદો,લોકોની રજુઆતો ,ટોચ અગ્રતાના કામો વગેરે વિષય મીડીયા પાસે આવતા હોય છે માટે જરૂરી જાણકારી પણ પ્રાપ્ત કરી હતી તેમજ સાથે સાથે હાલ ચુંટણીનો માહોલ છે તે માટે પણ જરૂરી ફરજ માટે સ્ટાફને પણ સુસજ્જ રહેવા મોટીવેટ કર્યા હતા તેમ  દેવભૂમિ દ્વારકા જીલ્લાના સિનિયર જર્નાલીસ્ટ હિતેન્દ્રભાઇ આચાર્યએ જણાવ્યુ હતુ.


ઉલ્લેખનીય છે કે સેવા-સુરક્ષા-શાંતિ ના ધ્યેય સાથે ગુજરાત પોલીસ ૨૪*૭ ખડેપગે હોય છે અને ગુજરાતના પોલીસ વિભાગના ગૌરવ કહેવાય તે કેટેગરીમાં સી.આર.રાણા આવે છે વળી જ્યા જ્યા તેમને ફરજ બજાવી તેના ઉપરથી પ્રભાવિત થઇ અમુક વિસ્તારોમાંથી પણ માંગ ઉઠતી હોય છે કે રાણા સાયબને અમારા શહેરમાં મુકો -આ તેઓની લોકપ્રીયતા દર્શાવે છે લોકોના જાનમાલનુ રક્ષણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી એ પોલીસ વિભાગની તેઓના મેન્યુઅલ મુજબની પ્રાથમીક ફરજ હોય છે ત્યારે વસતીનો વ્યાપ,વિસ્તારોનો વ્યાપ,આંતર રાજ્ય આવાગમનો નો વ્યાપ વગેરે જોતા જાગૃત નાગરીકોએ કંઇપણ શંકાસ્પદ બાબતો લાગે તો પોલીસને તુરંત જાણ કરવી જોઇએ. આ તકે મહત્વની એક વાતનો ઉલ્લેખ જરૂરી છે કે પોલીસ વિભાગમાં શીસ્ત અને આદેશ પાલનનુ અનુશાસન પ્રથમ હોય છે ત્યારે હાલ તો પોલીસ કામગીરીની વિવિધતા એટલી વધી છે અને ગુનાઓ વધ્યા ગુનાઓના પ્રકાર વધ્યા હોઇ તે ડીટેક્શન પણ ઘણીવાર ચેલેન્જ બની જાય છે આ ચેલેન્જ સાથે કામ કરવાનુ હોય છે જે કસોટીરૂપ છે જો કે તેઓની સુઝબુઝ અને બહોળા અનુભવ સાથે શ્રી રાણા ખંભાળીયા શહેરમાં નાગરીકોની લાગણી જીતી શકશે તેમ તેઓની કાર્યવાહીઓની શરૂઆત ઉપરથી  જાણકારોનું અનુમાન થાય છે  કેમકે આત્મવિશ્ર્વાસથી ફરજ માટેની મુળભૂત કાબેલીયત જ કોઇ અધીકારીને સફળ બનાવે છે
________________________________

—રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર & અમદાવાદ

B.sc.,Ll.b.,dny (GAU),journalism (hindi)

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!