MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કાર્ગો કેફેમાં હાથ ધોવા ગયેલા યુવક પર મેનેજર અને માલિકનો પાઈપ વડે હુમલો 

MORBI:મોરબી કાર્ગો કેફેમાં હાથ ધોવા ગયેલા યુવક પર મેનેજર અને માલિકનો પાઈપ વડે હુમલો

 

મોરબી: શહેરના રવાપર-ધૂનડા રોડ પર આવેલ એક પ્રખ્યાત કાફેમાં ગત રાત્રે મામૂલી વાતમાં હિંસક વળાંક આવ્યો હતો. મિત્રના જન્મદિવસની ઉજવણી બાદ હાથ ધોવા ગયેલા ૧૮ વર્ષીય યુવકને કાફેના મેનેજર અને માલિકે પ્લાસ્ટિકના પાઈપ અને ઢીકાપાટુ વડે બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

મળતી વિગત મુજબ, મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડીયા ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં રમેશ્વર પાર્ટી પ્લોટ પાસે મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. પાર્ટી પતાવીને તેઓ પાસે જ આવેલા ‘કાર્ગો કેફે’ નામના નાસ્તાના હોટલમાં હાથ ધોવા માટે ગયા હતા.

હાથ ધોવા જેવી સામાન્ય બાબતે કાફેના મેનેજર આશિષભાઈ સાથે માનવને બોલાચાલી થઈ હતી. વાત વણસતા મેનેજરે ગાળાગાળી કરી યુવકને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાફેના ભાગીદાર (શેઠ) હિરેનભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પ્લાસ્ટિકના પાઈપ વડે યુવકના માથામાં, ચહેરા પર અને પગના ભાગે આડેધડ ફટકા માર્યા હતા.ઈજાગ્રસ્ત યુવકે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નીચે મુજબના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે:આશિષભાઈ (મેનેજર, કાર્ગો કેફે) ,હિરેનભાઈ (પાર્ટનર, કાર્ગો કેફે) પોલીસે ગુનો નોંધીને બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!