શિહોરીના આરોપીને એકસાથે ચેક રીટર્નના બે કેસમાં સજા ફરમાવતી શિહોરી કોર્ટ..
શિહોરીના આરોપીને એકસાથે ચેક રીટર્નના બે કેસમાં સજા ફરમાવતી શિહોરી કોર્ટ..

શિહોરીના આરોપીને એકસાથે ચેક રીટર્નના બે કેસમાં સજા ફરમાવતી શિહોરી કોર્ટ..
કાંકરેજ તાલુકાના શિહોરી ગામના વતની શીલ્વા રમેશભાઈ રામસુંગભાઈ બેંકમાંથી લોનો કરાવી આપવાની કામગીરી કરતાં હોઈ તેમના સમાજના રાનેર ગામના (૧) જોષી જીવરામભાઈ નાગજીભાઈ અને (૨) જોષી રઘુભાઈ કુરાભાઈને ગાંધીનગર લોન વિભાગમાંથી રૂા.૪૦ થી ૪૫ લાખની સબસીડી વાળી લોન અપાવીશ તેવુ કહી તેઓ બન્ને પાસેથી પહેલાં ડીપોઝીટ અને ફાઈલચાર્જ ના રૂા.૬ લાખ ભરવા પડશે તેમ કહી બન્ને પાસેથી કુલ્લે રૂા.૧૨ લાખ લીધેલા અને જણાવેલ કે તમારી લોન મંજુર કરાવી દઈશ અને તેમાં ૩૦ ટકા સબસીડી પણ મળી જશે અને જો ૩ માસમાં લોન ન કરાવી આપુ તો આ રકમ તમને પરત આપીશ તેવો વિશ્વાસ આપી સાક્ષીઓની રૂબરૂ કરાર કરી આ રકમ આરોપીએ લીધેલ પરંતુ સમયમર્યાદામાં લોન મંજુર ન થતાં આરોપી પાસે ઉઘરાણી કરતાં બન્ને ફરીયાદીને રૂા.૬ લાખના અલગ-અલગથી ચેક સહી કરી બેંક ઓફ બરોડા શિહોરી શાખાના આપેલ અને આ ચેક જમાં કરાવતાં ફરીયાદીને તેઓની રકમ મળી જશે તેવુ જણાવેલ પરંતુ આરોપીના ખાતામાં પુરતું બેલેન્સ ન હોવાના કારણે આ બન્ને ચેક પાછા ફરેલ જેથી જીવરામભાઈએ તેમજ રઘુભાઈએ પોતાના એડવોકેટ અશ્વિનભાઈ શાહ મારફત તા.૨૯/૦૧/૨૦૨૧ ના રોજ શિહોરી કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ક્રિમીનલ કેસ નં.૯૬/૨૧ અને ક્રિમીનલ કેસ નં.૯૭/૨૧ એમ બે અલગ-અલગ ફરીયાદો દાખલ કરેલ અને આ બન્ને કેસો શિહોરી કોર્ટમાં ચાલી જતાં તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ શિહોરીના વિદ્વવાન ન્યાયાધીશ આર.વી.પટેલે બંન્ને પક્ષનો પુરાવો નોંધી આરોપી રમેશભાઈ રામસુંગભાઈ શીલ્વાને આ બન્ને કેસોમાં તકશીરવાન ઠરાવી ૧-૧ વર્ષની સાદી કેદની સજા અને રૂા બાર-બાર લાખ મળી કુલ દંડ રૂા.ચોવીસ લાખ ભરવાનો હુકમ કરેલ છે અને તે રકમ બન્ને ફરીયાદીને વળતર તરીકે આપવાનો હુકમ કરેલ છે અને દંડની રકમ ના ભરેતો વધુ ૩-૩ માસની વધુ સજાનો હુકમ કરેલ છે.આ કામે બંને ફરીયાદી તરફે શિહોરીના વકીલ અશ્વિનભાઈ શાહે હાજર રહી દલીલો કરી હતી અને તેમની દલીલો ગ્રાહય રાખી આરોપીને ઉપરોકત સજા અને દંડનો હુકમ શિહોરી કોર્ટે કરેલ છે.આમ આ આરોપીને એકજ દિવસે બે કેસમાં સજા થતાં ચેક આપી નાણાં નહી ચુકવનાર ઈસમોમાં ભયની લાગણી પ્રસરી ગયેલ છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




