
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ એપ્રિલ : ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના પરિપત્ર મુજબ આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય/ પેટા ચૂંટણી અન્વયે તા. ૨૬/૦૪/૨૬ ના રોજ મતદાન યોજાનાર છે.તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાનના દિવસે રવિવાર હોવાથી મહાનગરપાલિકા, નગર પાલિકાઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જાહેર રજા હોય છે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ રેલવે, ટેલીફોન, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, પોસ્ટ ઓફિસ વગેરે તેમજ દુકાનો અને વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેક્ટરીઓ આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ / કચેરીઓ રવિવારના દિવસે પણ ચાલુ હોય છે.જેથી મતદાન યોજનાર વિસ્તારોમાં આવેલી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કચેરીઓ જેવી કે, રેલવે, ટેલીફોન, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, પોસ્ટ ઓફિસ વગેરે તેમજ દુકાનો અને વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેક્ટરીઓ આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ / કચેરીઓ રવિવારના દિવસે પણ કામ ચાલુ રાખતી હોઇ આ સંજોગોમાં આવી કચેરીઓ, સંસ્થાઓના કર્મચારીઓ, કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી, કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં, બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. મતદાન કરી શકે તેવા કર્મચારી તેઓના મતદાર વિભાગની બહાર કામ કે નોકરી કરતા હોય તેઓને ઉપર મુજબની જરૂરી સેવા પુરી પાડવાની રહેશે તેમ કલેક્ટર આનંદ પટેલ, કચ્છ દ્વારા હુકમ બહાર પડાયો છે.




