
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – સાબરકાંઠા, SBI , BOB બેંકોમાં પૂરતા પ્રમાણમાં કેશ ન મળતા ગ્રાહકોને મુશ્કેલીઓ – પોતાના નાણાં મેળવા ગ્રાહકો લાઇનમાં


હાલ નાણાંની અછત સર્જાતા ગ્રાહકોમાં મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો છે અરવલ્લી જીલ્લામાં પશુપાલકો સાથે અને ખેડૂતો સાથે જોડાયેલ સાબરકાંઠા બેંકમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન કેશને લઈ પ્રશ્નો ઉભા થયા છે સમસર તેમજ મોટી રકમ લેવા માટે ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે આ ઉપરાંત SBI,BOB બેંકોમાં પણ કેશ ની અછત જોવા મળી હોવાનું ગ્રાહકો ધ્વારા જાણવા મળ્યું હતું બીજી તરફ સાબરકાંઠા બેંકના મેનેજર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે બે ત્રણ દિવસથી પ્રશ્ન ઉભો થયો છે કેશ બાબતે પરંતુ એ પ્રશ્નનો નિકાલ પણ ઝડપથી થઈ જશે સાથે હાલ કેશ બાબતે પશુપાલક ગ્રાહકોને પ્રાધાન્ય આપી કેશ આપવામાં આવી રહી છે અને મોટી રકમ વાળા ગ્રાહકોને સમજાવી લિમિટ મુજબ રકમ આપવામાં આવી રહી છે જોકે કયા કારણો સર કેશ પૂરતા પ્રમાણના નથી મળતી અને કેશ બાબતે છેલ્લા બે થી ત્રણ દિવસથી કેમ પ્રશ્ન ઉદભવ્યો છે તે જાણવા મળ્યું નથી પરંતુ હાલ ખેડૂતો અને આમ જનતાને પોતાના નાણાં લેવા માટે પણ રાહ જોવી પડી રહી છે ત્યારે ક્યાંક ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ બાબતે જવાબદાર બેંકો ધ્વારા ગ્રાહકોને સમયસર નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ સેવાઈ રહી છે





