સ્વામીનારાયણ મંદિર-ભાદ્રા પાટોત્સવ

જોડીયાના વિવિધ અહેવાલો સિનિયર પ્રેસ પ્રતિનિધી રમેશભાઇ ટાંકે આપ્યા
જામનગર (ભરત જી.ભોગાયતા)
સુવિધા નથી-પંચાયત રાજની કસોટી-નસેડી ઝડપાયા———જોડિયા પંચાયત નું ૬૬ વર્ષ ચાલી રહ્યું છે, / સુવિધા ના નામે મીંડું. લોકો માટે નો સમસ્યા નો પહાડ_!
જોડિયા :- ગામલોકોએ લોકતંત્ર પાસે જે અપેક્ષા રાખી હતી. તે પરિપૂર્ણ રુપ થી ચુંટાયેલા જન પ્રતિનિધિ તદ્દન નિષ્ફળ ગયાં છે. દર પાંચ વર્ષ ચુંટણી. યોજાય છે અને ગામલોકો ચુટીને મોકલે છે. છતાં જોડિયા ની પરિસ્થિતિ. જસ ની તસ, આજ સુધી પંચાયત ના સત્તાધીશો દ્વારા લોક સમસ્યા ઉકેલ ન થાવાનું કારણ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત નો વાંક કાઢતાં રહયા છે મજા ની વાત તો એ છે જોડિયા તાલુકા પંચાયત જોડિયા ની ૩ જુદી જુદી બેઠક ના ચુંટાયેલા પ્રતિનિધિઓ ની ગામનાં પોતાના વિસ્તાર ની વર્ષો ની સમસ્યા નો ઉકેલ માટે સરકારી તંત્ર કશું ઉપજતું નથી ૨૬/૪/૨૬ તાલુકા પંચાયત ની ચુંટણી યોજાવાની છે ગામલોકો ને કશું ફેર પડવાનો નથી,મુળભુત સ્થાનિક સ્તર ની સુવિધાની આશા વેરો ભરયા પછી ગામલોકો ને રોજ ની રામાયણ પાણી,લાઈટ સફાઇ વગેરે મુદ્દો પીડા ભોગવ્યા સિવાય છુટકો નથી.રાજય ની ભ્રષ્ટાચાર અને પક્ષો ની અણઘડ નેતાગીરી થી ભગવાન બચાવે, જોડિયા વિકાસ ને બદલે વિનાશ તરફ પ્રસ્થાન કરી રહ્યું છે.કંઈ શતાબ્દી પહેલા જુના સમય નું જોડિયા જે ગામને વર્તમાન સમય માં અનુભવ કરાવી રહયું છે.લોકતંત્ર માં જોડિયા ગામ ખંડેર તબદીલ થઈને માત્ર અવશેષ રહી જશે. તેવું ગામનુ વાતાવરણ નિમિત થઈ રહ્યું છે. _! રિપોર્ટ. રમેશ ટાંક જોડિયા. ૨૦/૪/૨૬.
ભાદરા સ્થિત એતિહાસિક બી, એ, પી, એસ, મંદિર નું આજે પાટોત્સવ કાર્યક્રમ આજે ઉજવણી કરાશે,
જોડિયા ;- તાલુકા ના ભાદરા ગામે કંઈ શતાબ્દી પહેલા થી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી નું જન્મ ભુમિ તરીકે એતિહાસિક નીસાથે સ્વામી ભકતો માટે મહત્વનું ધાર્મિક ગણાતું આવ્યું છે.
આજે મંદિર નો ૧૬ મો પાટોત્સવ ની ઉજવણી ના ભાગરુંપે સવારે ૮ વાગે ઠાકોર જી નું પંચામૃત અભિષેક, મહાપૂજા, ૧૦ વાગે પાટોત્સવ સભા, મંગળ આરતી, શણગાર આરતી, બપોરે રાજભોગ, વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા, વિશેષ પુજન વિધિ, મંદિર ની પ્રથમ પ્રતિષ્ઠા ૧૯૬૯ કરાઈ હતી અને બાદ માં ૧૬ વર્ષ પહેલાં મંદિર નું થયેલ, ૨૨/૪/૨૬ ના પવિત્ર દિવસે શ્રી સ્વામીનારાયણ મંદિર ના પાટોત્સવ ના ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં સ્વામી ભકતો ઉમટી પડશે _!
નશા મુક્ત અભિમાન હેઠળ જીલ્લા એસ, ઓ, જી. દ્વારા જોડિયા વિસ્તારમાં કાર્યવાહી _! * ચાર જેટલા નેસડી ને અટકાયત કરીને જેલ હવાલે કર્યા *
જોડિયા :- ગુજરાત સરકાર ના પોલીસ મહાનિર્દેશક ના આદેશ થી રાજય ને નશા મુક્ત બનાવવા ના ઉદેશ થી રાજય ભર માં ” નશા મુક્ત અભિમાન ” ચાલી રહ્યું છે આ અભિમાન માં રાજયનું રેલવે વિભાગ પણ જોડાયેલ છે.

સૌરાષ્ટ્ર રેન્જ આઈ જી નિલિપ્ત રાય ના માર્ગ દર્શન હેઠળ જામનગર જિલ્લા ના એસ પી ડો રવિ મોહન સેની ની સુચના થી જીલ્લા એસ. ઓ. જી ના પી આઈ બી એન ચૌધરી. પી એસ આઈ .એલ એમ ઝેર. પી એસ આઈ. એ.વી ખેર તથા એસ ઓ જી ટીમ દ્વારા” નશા મુક્ત અભિમાન” હેઠળ જોડિયા ના મોટા વાસ વિસ્તાર ના ફરીદ બસીર ખોડ. નુરમામદ ઉર્ફે નુરો.અજીજ મામદ ગાધ.સિદિક છરૈચા ની અટકાયત કરીને રાજય ની અમદાવાદ. સુરત. વડોદરા અને ભુજ ની મધ્યસ્થ જેલો મોકલી આપેલ. _!







