MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કેસરીયો માહોલ: વોર્ડ નં. 9 માં ભાજપના ઉમેદવારોનો ઝંઝાવાતી જનસંપર્ક!”

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રચાર કાર્ય પણ ચરમસીમાએ પહોંચ્યું છે. વોર્ડ નંબર 09 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરદાર પ્રચાર અને જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

ચૂંટણીના આ જંગમાં ભાજપના ઉમેદવારોએ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને લોકસંપર્ક કર્યો હતો. જેમાં ખાસ કરીને શ્યામ પાર્ક, સંગમ, ફ્લોરા-એકઝોરા, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, ભક્તિ નિકેતન, ધર્મશુભ, રાધા કૃષ્ણ, પ્રમુખ બંગ્લોઝ, ખોડીયાર પાર્ક, બોલીવુડ અને તપોવન રેસીડેન્સી જેવી અનેક સોસાયટીઓમાં ફરીને જન સમર્થન મેળવ્યું હતું.

આ જનસંપર્ક દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ મતદારોને વિકાસના મુદ્દે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!