MORBI:મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે સગીર પાસે મજૂરી કરાવતા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ





MORBI:મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે સગીર પાસે મજૂરી કરાવતા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ

મોરબી: જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં કાર્યવાહી કરી સગીર વયના બાળક પાસે જોખમી મજૂરી કરાવતા એક કોન્ટ્રાક્ટરને ઝડપી પાડ્યો છે.
મોરબી AHTU ની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મહેન્દ્રનગરથી મોરબી-કંડલા હાઈવે તરફ બની રહેલા નવા રોડ પર સગીર વયના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા એક સગીર કિશોર પાસે અત્યંત જોખમી કામો કરાવવામાં આવી રહ્યા હતા, જેમાં:રોડ પરથી ભારેપથ્થરો,હટાવવા.,સાવરણાથી રોડની સફાઈ કરવી.લોખંડના સળિયાના સેન્ટિંગ જેવી જોખમી કામગીરી.,કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી

પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા કોન્ટ્રાક્ટર ભગવાનસિંહ નારાયણસિંહ ચૌહાણ (રહે. હરિઓમ પાર્ક પાસે, મોરબી, મૂળ રહે. સતલાસણા, જી. મહેસાણા) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આરોપી સામે બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદાની કલમ ૩, ૭ અને ૧૪(૧) તેમજ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટની કલમ ૭૯ હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.




