કાલોલ કુમાર કસ્ટરની મધવાસ પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ અભિયાન:વિદ્યાર્થીઓએ રેલી યોજી વાલીઓને કર્યા જાગૃત.

તારીખ ૨૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કુમાર કસ્ટરની મધવાસ પ્રાથમિક શાળા દ્વારા લોકશાહીના મહાપર્વને અનુલક્ષીને મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આજુબાજુના વિસ્તારમાં મતદાનનું મહત્વ સમજાવવા ખાસ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી જ્યાં અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ ઘરે-ઘરે સંપર્ક કરી પોતાના વાલી-વાલીશોને મતદાન માટે માહિતગાર કર્યા હતા. “મારો મત, મારો અધિકાર” અને “પહેલા મતદાન, પછી જળપાન” જેવા સ્લોગન સાથે બાળકોએ ગામમાં જાગૃતિ રેલી કાઢી હતી. રેલીમાં બાળકોએ હાથમાં પ્લેકાર્ડ સાથે મતદાન કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી.શાળાના આચાર્ય કિરણભાઇ દેસાઈ એ જણાવ્યું કે, “લોકશાહીના પવિત્ર પર્વમાં એક પણ મતદાર વંચિત ન રહે તે માટે બાળકો દ્વારા આ પહેલ કરવામાં આવી છે. બાળકો પોતે જ પોતાના પરિવારને જાગૃત કરી રહ્યા છે, જે પ્રશંસનીય છે.” શાળામાં નિબંધ, ચિત્ર સ્પર્ધા અને સૂત્રોચ્ચાર જેવી પ્રવૃત્તિઓ દ્વારા પણ મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો જ્યાં આ કાર્યક્રમ થકી મધવાસ અને આજુબાજુના વિસ્તારના નાગરિકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો.









