KAMREJSURAT

સુરતનું ‘મેડિકલ ડેથ ટ્રેપ ગર્ભપાતના સોદાગરોનો ખૌફનાક પર્દાફાશ, સ્ટીંગ ઓપરેશનમાં કેમેરા સામે ખુલી ‘મોતની દુકાનો

દવાને નામે ઝેર? કડોદરા-જોલવા પંથકમાં મેડિકલ સ્ટોર્સ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વહેંચે છે ‘MTP કિટ’ | કાયદો ઠેબે ચઢાવી ગરીબોના ખિસ્સા પર ધાડ મારતું મેડિકલ માફિયાઓનું સિન્ડિકેટ.

જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે સમાજ કઈ દિશામાં જશે? સુરતના ઔદ્યોગિક પટ્ટામાં આવતા કડોદરા, જોલવા અને વરેલી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવો વેપાર ચાલી રહ્યો છે. આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી, પણ સ્ત્રીઓના જીવ સાથે રમાતો ‘મેડિકલ જુગાર’ છે. જાગૃત નાગરિક સપના રાજપૂત દ્વારા કરાયેલા એક સાહસિક સ્ટીંગ ઓપરેશને સાબિત કરી દીધું છે કે અહીંના મેડિકલ સ્ટોર્સ હવે સ્વાસ્થ્ય કેન્દ્રો નહીં પણ ‘ક્રાઈમ સેન્ટર્સ’ બની ગયા છે.

*સ્ટીંગ ઓપરેશનના હચમચાવનારા તારણો*
* કાયદાનું ખૂન: MTP Act મુજબ ગર્ભપાતની દવા આપતા પહેલા ડૉક્ટરની સલાહ અને સ્થળની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ અહીં માનસ, ચામુંડા અને આશાપુરા જેવા ૧૦થી વધુ સ્ટોર્સ પર શાકભાજીની જેમ આ કિટ્સ વહેંચાઈ રહી છે.
* ₹૯૦૦ માં ‘મૃત્યુ’ ની ગેરંટી: ₹૧૦૦ની દવાની કિંમત ₹૯૦૦ વસૂલીને મેડિકલ સંચાલકો ગરીબ મજૂરોનું આર્થિક શોષણ કરી રહ્યા છે. વધુ આઘાતજનક બાબત એ છે કે, જો આ દવાના સેવનથી કોઈ સ્ત્રીને હેમરેજ કે મૃત્યુ થાય, તો તેનો કોઈ રેકોર્ડ જ હોતો નથી!
* ફાર્માસિસ્ટના નામે ‘ડમી’નો ખેલ: ડિગ્રી ધારકો માત્ર કાગળ પર છે, જ્યારે ગાદી પર બેસીને દવાઓનું જોખમી વિતરણ બિનઅનુભવી યુવાનો કરી રહ્યા છે.

*બ્લેકલિસ્ટમાં રહેલા સ્ટોર્સની યાદી:*

* માનસ મેડિકલ સ્ટોર, કડોદરા પુલ પાસે (મુખ્ય હોટસ્પોટ).
* ચામુંડા મેડિકલ, જોલવા (પંચાયત પાસે).
* આશાપુરા મેડિકલ, જોલવા (સરકારી સ્કૂલ સામે).
* મિલન મેડિકલ, જોલવા (પોલીસ ચોકી પાસે).
* યસ મેડિકલ, જોલવા.
* લેગસુન મેડિકલ, કડોદરા (CNG પંપ પાસે).
* માતેશ્વરી મેડિકલ, કડોદરા.
* દિવ્યા મેડિકલ, સચિન.
* ક્રિષ્ના મેડિકલ, કડોદરા.
* પ્રમુખ મેડિકલ, વરેલી.
૧૦ મુખ્ય સ્ટોર્સને આરોપી તરીકે દર્શાવ્યા છે. આ સ્ટોર્સમાં ડમી ગ્રાહક મોકલીને કરવામાં આવેલું રેકોર્ડિંગ સીધું જ જેલના સળિયા પાછળ ધકેલવા માટે પૂરતું છે.

ફરિયાદીનું એલાન: “ન્યાય નહીંતર PIL
ફરિયાદીએ FDCA કમિશનર, જીલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે:
આ લડાઈ જનહિત માટે છે. જો ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આ મેડિકલ માફિયાઓ સામે ‘સરપ્રાઈઝ રેડ’ કરીને લાયસન્સ રદ નહીં કરે, તો આ હાઈ-ડેફિનેશન ફૂટેજ સીધા જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે મુકાશે.

૧. BNS કલમ ૧૧૪ (ભૂતપૂર્વ IPC ૩૧૨): ગેરકાયદે ગર્ભપાતમાં મદદગારી બદલ સીધી જેલ.
૨. Drugs Act: રેકોર્ડ વગર Schedule H1 ની દવા વેચવી એ લાયસન્સ રદ કરવા માટે પૂરતું છે.
૩. છેતરપિંડી (BNS ૩૧૮): નિર્ધારિત ભાવ (MRP) કરતા અનેકગણા ભાવ વસૂલવા એ ગંભીર આર્થિક ગુનો છે.

હવે સવાલ એ છે કે, શું સુરતનું વહીવટી તંત્ર આ લોહીના વેપારને રોકવા માટે આકરા પગલાં ભરશે? કે પછી તપાસના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવશે

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ

Back to top button
error: Content is protected !!