MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટના નંબર પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

MORBI:મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટના નંબર પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

 

મોરબી: શહેરના નવા બસ સ્ટેન્ડ સામે જાહેરમાં રિક્ષાઓની પાછળ ઉભા રહી ચલણી નોટના નંબર પર હાર-જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રોકડ રકમ સાથે ઝડપી લીધા છે.

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવા બસ સ્ટેન્ડ સામે કેટલાક શખ્સો એકઠા થઈને ચલણી નોટના અંક પર નસીબ અજમાવી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત ઘટનાસ્થળે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન ત્રણ શખ્સો જાહેરમાં નોટોની થપ્પીઓ સાથે હાર-જીતનો ખેલ ખેલતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 10,500ની રોકડ રકમ જપ્ત કરી છે.

ઝડપાયેલા આરોપીઓ ભુપેન્દ્રભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ (રહે. કાયાજી પ્લોટ, મોરબી),પદુભા મનહરસિંહ જાડેજા (રહે. સહયોગ સોસાયટી, રવાપર રોડ, મોરબી),જિતેન્દ્ર ગોપાલદાસ બુદ્ધદેવ (રહે. કાયાજી પ્લોટ, મોરબી)પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!