MORBI:મોરબી ઉંચી માંડલ ગામની કેનાલમાંથી ૩૫ વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો, ૩ દિવસની શોધખોળ બાદ સફળતા





MORBI:મોરબી ઉંચી માંડલ ગામની કેનાલમાંથી ૩૫ વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો, ૩ દિવસની શોધખોળ બાદ સફળતા

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક પસાર થતી કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન બાદ આજે યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

મળતી માહિતી મુજબ, ઉંચી માંડલ ગામ પાસે આવેલી કેનાલમાં એક યુવાન ડૂબ્યો હોવાની આશંકા સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલના ઊંડા પાણી અને પ્રવાહ વચ્ચે સતત ૭૨ કલાક (ત્રણ દિવસ) સુધી જહેમત ઉઠાવ્યા બાદ આખરે મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકની ઓળખ ફાયર ફાઈટરો દ્વારા બહાર કાઢવામાં આવેલા મૃતદેહની ઓળખ નીચે મુજબ થઈ છે:સંજયભાઈ વિનુભાઈ જસમુરિયા ઉંમર: ૩૫ વર્ષ પરશુરામ મંદિર નજીક, નવલખી ફાટક પાસે, મોરબી.ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢીને જરૂરી કાર્યવાહી અર્થે પોલીસને સોંપ્યો છે. આ યુવાન કેનાલમાં કઈ રીતે પડ્યો? આ અકસ્માત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




