ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણાસ્ત્રોત એવા ભરૂચના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી




સમીર પટેલ, ભરૂચ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદાન કરી નાગરિકોને પણ મહત્તમ મતદાન કરવા કરી અપીલ
લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતાધિકારના મૂલ્યને બિરદાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા
ભરૂચ – ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે ભરૂચ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણાસ્ત્રોત એવા ભરૂચના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા લોકશાહીના પર્વમાં સહભાગી થવા, નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે વહેલી સવારે બી.એચ. મોદી હાઈસ્કૂલ, રૂમ નંબર – ૧ મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી.
અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભિક અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અને પોતે મતદાન કરી આપણા પાડોશી, મિત્રો અને સામાન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરિત કરીવા, આપણી લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો.



