MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર તાલુકામાં મહિલા શિક્ષિકાઓને ચાલીસ પચાસ કિલોમીટર દૂરના બુથ પર ચૂંટણી ફરજ સોંપાતા રોષ

WAKANER:વાંકાનેર તાલુકામાં મહિલા શિક્ષિકાઓને ચાલીસ પચાસ કિલોમીટર દૂરના બુથ પર ચૂંટણી ફરજ સોંપાતા રોષ

 

 

વાંકાનેર તાલુકામાં ચૂંટણી ફરજમાં શિક્ષિકા બહેનોને થયેલ અન્યાય બાબત રાષ્ટ્રીય કામગીરી કર્યા બાદ ઊંચકક્ષાએ રજુઆત કરવાનો તખ્તો તૈયાર

મોરબી જિલ્લાનો વાંકાનેર તાલુકામાં શિક્ષિકા બહેનોમાં હાલ ખુબજ રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિક્ષિકા બહેનોને સામાન્ય રીતે એમની ફરજ હેઠળની શાળાના 8 (આઠ) કિ.મી.ની ત્રિજ્યામાં આવતા બુથમાં મુકવા,મહિલાઓને સલામતીના કારણોસર અંતરિયાળ વિસ્તારમાં ન મુકવા કારણ કે મહિલા પોલિંગ સ્ટાફને રાત્રી રોકાણ બુથ ઉપર કરવાનું હોતું નથી એટલે મતદાનના આગળના દિવસે અને મતદાન દિવસે વહેલી સવારે સમય સર બુથ પર પહોંચી શકે એ માટે એમને ફરજની નજીકના સ્થળે કામગીરી સોંપવાની ચૂંટણી પંચની સૂચના હોવા છતાં શિક્ષિકા બહેનોને 40 થી 50 કિલોમીટર દૂર ચૂંટણી બુથ ફાળવેલ છે, જે બહેનોને નાના બાળકો છે એવી બહેનોને દૂર દૂર બુથ ફાળવેલ છે, બધા બહેનોએ રજુઆત કરી છતાં બહેનોની એક પણ વાત માની નહિ,જેથી શિક્ષિકા બહેનો ખુબજ હેરાન પરેશાન થયેલ છે,જેથી બહેનોમાં ખુબજ રોષ જોવા મળી રહ્યો છે, હાલ ચૂંટણીની રાષ્ટ્રીય ફરજ બજાવ્યા બાદ બહેનોને થયેલ અન્યાય બદલ ઊંચકક્ષાએ રજૂઆત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!