MORBI:મોરબી જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધીમાં ઉત્સાહજનક મતદાન, ટંકારા નગરપાલિકામાં સૌથી વધુ 66% મતદાન





MORBI:મોરબી જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધીમાં ઉત્સાહજનક મતદાન, ટંકારા નગરપાલિકામાં સૌથી વધુ 66% મતદાન

આજે તારીખ 26/04/2026 ના રોજ યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 3:00 વાગ્યા સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, જિલ્લામાં સરેરાશ મતદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે.

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન (M.N.P.): બપોરે 3 વાગ્યા સુધીમાં 50.34% મતદાન નોંધાયું છે.
મોરબી જિલ્લા પંચાયત (Ji.Pa.): અહીં મતદાનનો આંકડો 54.45% સુધી પહોંચ્યો છે.
નગરપાલિકા વાઈઝ મતદાનની સ્થિતિ:
નગરપાલિકા વિસ્તારમાં લોકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો છે, જેમાં ટંકારા મોખરે છે:
ટંકારા: 66.28%
માળિયા (મીં): 57.37%
વાંકાનેર: 41.26%
તાલુકા પંચાયત વાઈઝ મતદાનની સ્થિતિ:
તાલુકા મથકો પર પણ સરેરાશ 50% થી વધુ મતદાન નોંધાયું છે:
વાંકાનેર: 59.43%
ટંકારા: 58.16%
માળિયા (મીં): 56.39%
મોરબી તાલુકો: 52.33%
હળવદ: 47.90%
બપોર પછી ગરમીનો પારો થોડો ઓછો થતા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હજુ મતદાનનો સમય બાકી હોવાથી આ ટકાવારીમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.




