TANKARA:ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ લીલાપર ખાતે પરિવાર સાથે કર્યું મતદાન; નાગરિકોને કરી ખાસ અપીલ





TANKARA:ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ લીલાપર ખાતે પરિવાર સાથે કર્યું મતદાન; નાગરિકોને કરી ખાસ અપીલ

મોરબી/ટંકારા: લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, ત્યારે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ આજે વહેલી સવારે પોતાના વતન લીલાપર ગામ ખાતે મતદાન મથકની મુલાકાત લીધી હતી. તેઓએ તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કેન્દ્ર પર પહોંચીને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ તેમણે અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી હતી.
“મતદાન એ માત્ર આપણો અધિકાર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી પવિત્ર ફરજ છે.” – દુર્લભજીભાઈ દેથરીયા
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, દેશના મજબૂત ભવિષ્ય અને લોકશાહીના સશક્તિકરણ માટે દરેક મત કિંમતી છે. તેમણે મતવિસ્તારના તમામ મતદારો અને ખાસ કરીને યુવાઓને વધુમાં વધુ સંખ્યામાં મતદાન મથકે પહોંચી, વિક્રમી મતદાન કરવા અને લોકશાહીના આ ઉત્સવને સફળ બનાવવા નમ્ર અપીલ કરી હતી.




